દેશનું એક એવું મંદીર,જ્યાં આવનાર ભક્તોને પ્રસાદમાં મળે છે આ વસ્તુ
સામાન્ય રીતે મંદિરોમાં, ભગવાનને ભોગ, મિસરી, કિસમિસ, એલચીના દાણા, સીંગના દાણા, લાડુ અથવા કોઈપણ મીઠાઈ અર્પણ કરવામાં આવે છે, જે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.પરંતુ શું તમે ક્યારેય પ્રસાદ તરીકે બર્ગર, બ્રાઉની કે સેન્ડવીચ ખાધી છે? , જી હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. દેશમાં એક એવું મંદિર પણ છે, જ્યાં લોકોને પ્રસાદ તરીકે બર્ગર અને સેન્ડવીચ આપવામાં આવે છે.આ અનોખું મંદિર તમિલનાડુમાં છે. ચેન્નાઈના પડપ્પાઈમાં આવેલું જય દુર્ગા પીઠમ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો આવો જાણીએ આ મંદિર અને ભગવાનને ચઢાવવામાં આવતા પ્રસાદ વિશે.
તમને જાણીને નવાઈ લાગશે કે જય દુર્ગા પીઠમ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે બ્રાઉની, બર્ગર અને સેન્ડવિચ મળે છે. સાથે જ આ મંદિર પણ એકદમ હાઇટેક છે. અહીં ભક્તો વેન્ડિંગ મશીનમાં ટોકન લગાવીને પ્રસાદનું બોક્સ લઈ શકે છે.સૌથી મહત્વની વાત એ છે કે આ મંદિરના પ્રસાદ FSSAI દ્વારા પ્રમાણિત છે.એટલું જ નહીં મંદિરમાં મળતા પ્રસાદ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે.
આ બાબતે મંદિરના સંસ્થાપક કહે છે કે,ઘણી વખત એવું જોવા અને સાંભળ્યું છે કે જ્યારે મંદિરોમાં રાખવામાં આવેલો જૂનો પ્રસાદ વહેંચવામાં આવે છે ત્યારે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. કારણ કે, લોકો પણ વિચાર્યા વિના તેને વિશ્વાસથી સ્વીકારે છે. આવી સ્થિતિમાં આવી કોઈ ઘટના ન બને તે માટે જય દુર્ગા પીઠમ મંદિરમાં ખાસ કાળજી રાખવામાં આવી છે. અહીં પ્રસાદના દરેક બોક્સ પર તેની એક્સપાયરી ડેટ લખેલી હોય છે, જેથી ભક્તો જાણી શકે કે તેઓ તેને કેટલો સમય લઈ શકે છે.
મંદિરમાં પ્રસાદના મેનુમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.અહીં લોકોને પ્રસાદમાં લાડુ અને મીઠાઈને બદલે બર્ગર અને સેન્ડવીચ આપવામાં આવે છે.મંદિરના સ્થાપક કહે છે કે,આના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે અને તે આસપાસના વિસ્તારોમાં પણ ખૂબ પ્રખ્યાત છે.આ ઉપરાંત જે લોકો તેમના જન્મદિવસ પર મંદિરમાં દર્શન કરવા આવે છે, તેમને પ્રસાદ તરીકે જન્મદિવસની કેક પણ આપવામાં આવે છે.