- કેરળનું એક ગામ જ્યા દર હજાર બાળકે 45 જોડિયા બાળક જન્મે છે
- અહી અનેક જોડિયા બાળકોને જોઈને કુતુહલ સર્જાય છે.
ભારત એ એક એવો દેશ છે કે જ્યા એનક લોકો પ્રેમભાવથી વસે છે, ભારતમાં અનેક અજાયબી જોવા મળે છે તો અનેક રહસ્યો છે, તો કેટલાય પ્રાચીન સ્થળો છે તો ક્યાક અજૂગતો ઈતિહાસ પણ છે, આ તમામ વસ્તુ આપણા દેશમાં જોવા મળે છે, ભારતના ખુણામાં એક એવું ગામ પણ છે કે જ્યા દરેક પરિવારમાં બાળકો જન્મ લે છે તો તે જોડીયા બાળકો જ હોય છે. તો ચાલો જાણીએ આ ગામની રહસ્યપદ વાત
આ વાત છે દેશના રાજ્ય કેરળના મલપ્પુરમ જીલ્લામાં આવેલા એક નાનકડા કોડિંહી ગામની, અહીં દર હજાર બાળકો પર 4 5 જોડિયા બાળકોનો જન્મ થાય છે, આ ગામમાં પ્રવેશતાની સાથે જ તમને એક જ કહેરાના બે બાળકો હોય તેવા અનેક બાળકો જોવા મળે છે,જેને જોઈને સૌ કોઈને કુતુહલ સર્જાય તે વાત સ્વભાવિક છે.અહીં દર હજાર બાળકો દીઠ 45 બાળકો જોડિયા જોવા મળે છે.
સમગ્ર વિશ્વભરમાં આ ગામનો બીજો નંબર આવે છે તો એશિયા ખંડમાં આ ગામ પ્રથમ નંબરે આવે છે કે જ્યા જોડ્યા બાળકોનો જન્મ વધુ થતો હોય છે,આ ગામમાં 2 હજારથી વધુ પરિવારો વસવાટ કરે છે તેમાં 500 થી પણ વધુ બાળકો જોડયા જોવા મળે છે.
અહીં જોડિયા બાળકોના વધુ જમ્ન પર અનેક બાબતો ચર્ચાનો વિષય બને છે પરંતુ કોી ચોક્કસ તારણ કાઢી શકાયું નથી,અનેક નિષ્ણાંત ડોક્ટરોનું માનવું છે કે આ જમીન પર ના પાણીની કારણે પમ આ શક્ય બને છે, જો કે તે માત્ર એક અનુમાન છે.જો કે અત્યાર સુધી આ માટેનું રહસ્ય શોધી કઢાયું નથી હાલ પણ ઘણા લોકો આ ગામમાં જોડિયા બાળકોના જન્મને લઈને સંશોધન કરી રહ્યા છે.