Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક પૂરફાટ ઝડપે કારે પલટી ખાતાં એકનું મોત

Social Share

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા-ચોટિલા વચ્ચે આયા ગામના પાટિયા પાસે બન્યો હતો. પૂર્ફાટ ઝડપે ફોર્ચ્યુનર કાર રોડ સાઈડ પર ઉતરીને પલટી ખાતાં કારમાં સવાર 5 પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે ખેસેડવામાં આવ્યા હતા જેમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં રાજકોટના એક ઉદ્યોગપતિ સહિત ચારનો બચાવ થયો છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા-ચોટીલા વચ્ચે  રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી કાર રોડની સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી.

આ ગોઝારા અકસ્માતમા રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. અને ઈજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં રાજકોટથી આબુ અંબાજી જઈ રહ્યા હતા, ત્યારે આયા બોર્ડ પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.