Site icon Revoi.in

એક વ્યક્તિએ કોરોના વેક્સિનના 90 ડોઝ લીધા,જાણો શા માટે તેણે આવું કર્યું

Social Share

લોકોને જયારે એવું લાગે છે કે હવે કોરોનાથી મુક્તિ મળી ગઈ ત્યારે જ કોરોનાનો નવો વેરિયન્ટ જન્મ લે છે.એવામાં દુનિયાના તમામ દેશોમાં આ અદ્રશ્ય શક્તિથી નિપટવા માટે બુસ્ટર ડોઝ લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે.કેટલીક સંસ્થાઓમાં વેક્સિન સર્ટીફીકેટ બતાવું ફરજીયાત કરી દીધું છે.જોકે,આ મહામારીમાં પણ લોકોએ કમાણીનો નુસ્ખો અજમાવ્યો છે.જર્મની માંથી એક એવો મામલો સામે આવ્યો છે.જેને જાણ્યા બાદ તમે પણ હેરાન રહી જશો.

તમને જાણીને હેરાની થશે કે જર્મનીમાં એક શખ્સે કોરોના વેક્સિનના 90 ડોઝ લગાવી લીધા છે.જયારે આ વ્યક્તિ 91 મો ડોઝ લગાવવા વેક્સિન સેંટર પર પહોંચ્યો,ત્યારે તેની ધરપકડ કરવામાં આવી.60  વર્ષના આ વ્યક્તિને એડીનબર્ગમાં એક વેક્સિનેશન સેંટર પરથી પકડવામાં આવ્યો.તમે હવે એવું વિચારતા હશો કે આવું આ વ્યક્તિને કરવાથી શું મળ્યું.તો ચાલો જાણીએ તેના વિશે.

અહેવાલ મુજબ,આ વૃદ્ધ વ્યક્તિએ ફક્ત એટલા માટે 90 મો ડોઝ લીધો.કારણકે તે નકલી વેક્સિનેશન સર્ટીફીકેટને જમા કરી તેને બીજાને વેંચી શકે.સર્ટીફીકેટ પર બધું એમ જ રહેતું હતું ફક્ત બીજાનું નામ નાખીને આ વૃદ્ધ તેને જેટલા રૂપિયા જોઈ એ ભાવ પર વેંચી નાખતો હતો.વાસ્તવમાં આ શખ્સના ક્લાયન્ટ તે લોકો હતા જેને વેક્સિનની સોય લગાવવામાં ડર લાગતો હતો અથવા તે વેક્સિન લેવા નહતો માંગતા.