Site icon Revoi.in

દિવાળીના તહેવારમાં ઘરે આવી વસ્તુઓ લાવવાનું ટાળવુ જોઈએ

Social Share

દિવાળીનો તહેવાર જેને આપણે દીપોત્સવ પણ કહીએ છીએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 31 ઓક્ટોબર, ગુરુવારે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ હિન્દુઓનો સૌથી વિશેષ અને મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર વ્યક્તિના જીવનમાંથી અંધકાર દૂર કરી પ્રકાશ લાવે છે અને સકારાત્મકતામાં પણ વધારો કરે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેર મહારાજની પૂજા પણ કરે છે, જેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક લાભ થાય છે.

દિવાળી પહેલા લોકો ઘણી નવી વસ્તુઓ પણ ખરીદે છે. શાસ્ત્રો અનુસાર, દિવાળી દરમિયાન આપણે ઘરમાં જે વસ્તુઓ લાવીએ છીએ તે આપણા જીવનને પ્રભાવિત કરે છે, તેથી કેટલીક વસ્તુઓને દિવાળી પહેલા ઘરમાં બિલકુલ ન લાવવી જોઈએ.

• ભૂલથી પણ ન લાવશો આ વસ્તુઓ

તૂટેલી વસ્તુઓઃ ઘરમાં તૂટેલી વસ્તુઓ જેમ કે કાચ, ફર્નિચર કે અન્ય કોઈ ક્ષતિગ્રસ્ત વસ્તુઓ ન લાવવી. આવી વસ્તુઓ ખરાબ નસીબનું પ્રતીક છે.

કાળી વસ્તુઓઃ કેટલાક લોકો માને છે કે કાળી વસ્તુઓ નકારાત્મકતાને આકર્ષિત કરે છે, તેથી કાળી અથવા કોઈપણ ડાર્ક રંગની વાસ્તુ ઘરમાં ન લાવો.

વપરાયેલી અથવા સેકન્ડ હેન્ડ વસ્તુઓઃ પહેલાથી વપરાયેલી કોઈપણ વસ્તુઓ ઘરમાં ન લાવો કારણ કે તેમાં જૂની ઉર્જા હોઈ શકે છે જે તમારા ઘર માટે અશુભ બની શકે છે.

તીક્ષ્ણ વસ્તુઓઃ છરી કે કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓ ઘરમાં ન લાવવી, આવી વસ્તુઓ સંઘર્ષને આમંત્રણ આપે છે અને સંબંધો પણ તોડી નાખે છે અને નકારાત્મકતા વધે છે.

નકારાત્મક વસ્તુઓઃ ઉદાસી અથવા ખરાબ યાદો સાથે સંકળાયેલી કોઈપણ વસ્તુને આવકારવી જોઈએ નહીં. જેમ કે કોઈનો જૂનો ફોટો કે તેની સાથે ખરાબ યાદો જોડાયેલી કોઈ પણ વસ્તુ.