જીવનમાં એક વાર તો એકલા ફરવા જવું જોઈએ,આ છે તે પાછળના કારણો
- ક્યારેક એકલા ફરવાનો પ્લાન બનાવો
- એકલા ફરવાની પણ મજા છે
- શિખવા માટે મળે છે અનેક અનુભવ
આમ તો વ્યક્તિ જ્યારે પણ ફરવા જાય ત્યારે તે પોતાના મિત્ર સાથે કે પરિવારની સાથે ફરવા જતો હોય છે. મોટાભાગના લોકો આ પ્રકારે ફરવા જતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે એકલા ફરવા જવાની તો એકલા ફરવામાં પણ એટલે કે સોલો ટ્રાવેલિંગ જેને અંગ્રેજીમાં કહેવાય તેમાં શિખવા માટે અનેક અનુભવ મળે છે.
જે લોકો વારંવાર એકલા ફરવા જતા હોય છે તે લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ તમારી સાથે કોઈ ઓળખીતું નથી ત્યારે તમે બધાને ઓળખો છો અને તમને બધા ઓળખે છે. આ વાતને લઈને ટ્રાવેલ બ્લોગર દ્વારા કહેવામાં આવ્યું કે એકલા ફરવા જવાથી વ્યક્તિને અજાણ્યા સ્થળે કેવી રીતે રહેવું, અજાણ્યા લોકો સાથે કેવી રીતે વાત કરવી અને દુનિયામાં કેવા પ્રકારના લોકો હોય છે તેના વિશે પણ અનેક વાતો જાણવા મળે છે.
આ ઉપરાંત જ્યારે વ્યક્તિ એકલા ફરવા જાય છે ત્યારે તેની સૌથી મહત્વની કુશળતા એટલે કે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. દરેક પ્રકારના નિર્ણયને તે જાતે લઈ શકે છે અને તેનાથી તેને ઘણું બધુ શિખવા મળે છે. આ ઉપરાંત એવા ઘણા કારણો છે અને ઘણા એવા અનુભવ છે જે માત્ર અને માત્ર એકલા ફરવા જવાથી મળે છે.