દિલ્હી પોલીસના એક હજાર કર્મચારી થયા સંક્રમિત, પોલીસ કર્મચારીને યોગ્ય નિર્દેશ અપાયા
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હામાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સંસદથી લઈને હોસ્પિટલ બાદ હવે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. જેથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી અને ઉચ્ચ પોલીસ કમિશનર સહિત લગભગ એક હજાર પોલીસ કર્મચારીઓને કોવિડ-19નો ચેપ લાગ્યો છે. પોઝિટિવ પોલીસ કર્મચારીઓ હાલ આઈસોલેશનમાં છે.
દિલ્હી પોલીસમાં 80 હજારથી વધારે પોલીસ કર્મચારી છે. તાજેતરમાં જ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પોલીસ કર્મચારીઓમાં ફેલાતા કોરોના વાયરલને અટકાવવા માટે માનવ સંચાલન પ્રક્રિયા જાહેર કરી છે. એસઓપી અનુસાર તમામ પોલીસ કર્મચારીઓએ ડ્યુટી દરમિયાન ફેસ માસ્ક લગાવવા, સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવું તથા યોગ્ય રીતે હાથ ધોવા-સેનેટાઈઝ કરવા જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે, જે કર્મચારીઓ આરોગ્ય કારણોસર કોવિડ-19 રસીના લીધી હોય તો તબીબના માર્ગદર્શન અનુસાર રસીકરણ અંગે નિર્ણય લેવો જોઈએ.