- રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ
- 157 કરોડ ડોઝ આપવામાં આવ્યા
દિલ્હીઃ- દેશમાં વર્ષ 2020ના આરંભથી કોરોના મહામારીની શરુાત થી હતી જે ઘીમે ઘીમે વધતી જોવા મળી બે લહેર બાદ હવે ત્રીજી લહેર પણ શરુ થી ચૂકી છે, જો કે કોરોનાની પ્રથમ લહેર પછી રસી ઉપલબ્ધ કરવામાં આવી ચૂકી હતી, વર્ષ 2021 જાન્યુઆરી 16 તારિખથી સમગ્ર દેશમાં રસીકરણની શરુાત કરાઈ ત્યારથી લઈને અત્યાર સુધી કરોડો ભારતીયોનું રસીકરણ કરવામાં આવ્યું ,કોરોનાના કેસને કાબૂમાં લાવવા રસીકરણે મહત્વનો ભાગ ભજવો છો.
શરુઆતમાં ફ્રંટલાઈનના કામદારોને વેક્સિન આપવાની શરુઆત કરાઈ હતી ત્યાર બાદ દરેક લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવાઈ,આજનો દિવસ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરોનું રસીકરણ શરૂ થયું. ત્યારથી, કોરોના રસી આપવાની પ્રક્રિયા ચાલુ છે. દેશમાં અત્યાર સુધીમાં રસીના 157 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જો કે, સમગ્ર વસ્તીને રસી આપવામાં હજુ ઘણો સમય લાગશે.
દેશમાં 8 ટકા વસ્તી એવી છે કે જેમને અત્યાર સુધી એક પણ ડોઝ રસીનો મળ્યો નથી. તે જ સમયે, 31 ટકા વસ્તી એવી છે, જેમને હજુ સુધી રસીના બન્નો ડોઝ મળી નથી.
આજ ના આ દિવસે ખુશી વ્યક્ત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કર્યું, તેમણે લખ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 156 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 99 કરોડ ડોઝ ગ્રામીણ ભારતમાં આપવામાં આવ્યા છે. પુખ્ત વસ્તીના 70 ટકા સંપૂર્ણ રસી છે.
રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં 18 પ્લસ વર્ષની 87 કરોડ વસ્તીને પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે લગભગ 92 ટકા વસ્તીને પ્રથમ ડોઝ મળ્યો છે.
આ સાથે જ લગભગ 65 કરોડની વસ્તીએ બંને ડોઝ લીધા છે, એટલે કે લગભગ 70 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે.
દેશમાં અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયજૂથના લગભગ સાડા ત્રણ કરોડ બાળકોને રસી આપવામાં આવી છે. એટલે કે લગભગ 41 ટકા. આ બાળકોને બીજો ડોઝ આપવાનો બાકી છે.
બીજી તરફ બૂસ્ટર ડોઝ ગયા સોમવારથી જ શરૂ થઈ ગયો છે. લગભગ ત્રણ લાખ લોકોને બૂસ્ટર ડોઝ આપવાના છે, જેમાંથી 38 લાખ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. એટલે કે લગભગ 13 ટકા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં વધુ વસ્તીને કારણે હજુ પણ દેશમાં 33 ટકા વસ્તીને રસી આપવામાં આવી નથી
ઉલ્લેખનીય છે કે . દેશની કુલ વસ્તી 138 કરોડ છે, જેમાં માત્ર 90 કરોડ લોકોને જ પ્રથમ ડોઝ મળ્યો છે, એટલે કે 48 કરોડ લોકોને હજુ રસીકરણ કરવાનું બાકી છે.