Site icon Revoi.in

વનપ્લસ સ્માર્ટ વોચઃ ફિટનેસ સહિતની જરૂરિયાતોને કરશે સાર્થક

Social Share

બેંગ્લોર: ભારત સહિત દુનિયામાં આજના આધુનિક જમાનામાં સ્માર્ટ વોચ લોકોની પહેલી પસંદ બની છે. ત્યારે જાણીતી મોબાઈલ કંપની વનપ્લસ દ્વારા આધુનિક સુવિધાઓથી સજજ સ્માર્ટ વોચ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વોચ તા. 21મી એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ બનશે. સ્ટાઇલિશ ડિઝાઈન, અડચણરહિત જોડાણ, શક્તિશાળી બેટરી, પ્રોએક્ટિવ ફિટનેસ વનપ્લસ વોચનું જમા પાસુ છે. આ સ્માર્ટ વોચને માત્ર પાંચ મિનિટ ચાર્જ કરવાથી આખો દિવસ બેટરી ચાલે છે. આ સ્માર્ટ વોચની કિંમત કંપની દ્વારા રૂ. 14999 રાખવામાં આવી છે.

વનપ્લસના સ્થાપક અને સીઇઓ પેટે લૌએ જણાવ્યું હતું કે, વનપ્લસ વોચએ કંપનીની નીતિનું એક અત્યાધુનિક વિસ્તરણ છે. જ્યારે વનપ્લસએ સ્માર્ટફોન પર એક લાંબાગાળા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે અમે માનીએ છીએ કે, સ્માર્ટ પ્રોડક્ટ તૈયાર કરવાના છે, જે આપણા જોડાયેલા ઇકોસિસ્ટમમાં સરળતાથી ફિટ થઈ જાય, સાથોસાથ આપણું મિશન વપરાશકર્તાના અનુભવને દબાણરહિત બનાવવાનો છે. વનપ્લસ વોચએ આપણને એક ડગલું નજીક આવી છે, જેમાં સ્ટાઈલિંગ ડિઝાઈન, અડચણ રહિત જોડાણ ઓફર કરે છે. જે સ્માર્ટ ફિટનેસ ટ્રેકિંગ અને આઉટસ્ટેન્ડિંગ બેટરી લાઈફ ઓફર કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વનપ્લસ વોચની સાથે ઓછામાં ઓછું સૌંદર્યશાસ્ત્રનું જોડાણ, અજોડ કારીગરી અને પ્રિમિયમ મટિરિયલ્સનું સંયોજન છે. વનપ્લસ વોચએ તમારા જીવનની દરેક ક્ષણોની સાથે તમારી જાતને જોડશે. જે તમારા ડિઝીટલી જોડાયેલા ઇકોસિસ્ટમની સાથે તમને એક વિન્ડો તરીકે સેવા આપશે. 4જીબી અલગ જ સ્ટોરેજની સાથે, એક બિલ્ટ-ઇન જીપીએસ અને  સુસંગત બ્લુટુથ ઇયરફોનનું જોડાણ કરવાની ક્ષમતાની સાથે હવે સંપૂર્ણ સ્માર્ટફોન-ફ્રી અનુભવ નેવિગેટ કરી શકાશે. આ વોચમાં 5એટીએમ અને આઇપી 68 વોટર અને ડસ્ટ રસિસ્ટન્સ અને 110થી પણ વધુ વર્કઆઉટ ટાઈપ્સના ફિચરની સાથે, જોગિંગ અને રનિંગ માટે તેમાં ઓટોમેટિક વર્કઆઉટ ડિટેક્શનનો સમાવેશ કરાયો છે.