ડુંગળી અને લસણની છાલ અનેક બીમારીઓથી આપી શકે છે રાહત,આ છે કારણ
જો રસોડામાં રહેલી અથવા આપણી આસપાસ રહેલી તમામ વનસ્પતિ કે લીલોતરીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે આપણને અનેક રીતે ફાયદાકારક થઈ શકે છે. લસણ અને ડુંગળીની છાલનો પણ દવા તરીકે ઉપયોગ કરી શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં લોકો તેને ફેંકી દે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તે વિટામિન A, E અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે.
જે લોકોને ખરજવું જેવી સમસ્યા છે, તેઓ તેને લસણ અને ડુંગળીની છાલથી દૂર કરી શકે છે. ત્વચાની આવી સમસ્યાઓને કારણે હંમેશા ખંજવાળ અને દુખાવો થાય છે અને તેના કારણે બળતરા પણ થઈ શકે છે. તમારે એક વાસણમાં પાણી લઈને લસણ અને ડુંગળીની છાલને ગરમ કરવી અને પછી તેને નહાવાના પાણીમાં ભેળવીને તેનાથી સ્નાન કરવું.
ઊંઘ ન આવવા પાછળ માનસિક સ્વાસ્થ્ય બગડવું એ એક કારણ હોઈ શકે છે. ઊંઘ ન આવવાની સ્થિતિમાં તણાવ વધુ વધે છે અને બીજી ઘણી શારીરિક સમસ્યાઓ પણ શરીરમાં થવા લાગે છે. તેને સ્લીપિંગ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. જો તમે તેનાથી રાહત મેળવવા માંગતા હોવ તો લસણ અને ડુંગળીની છાલમાંથી બનેલી ચા પીવો. આ રેસીપી ભલે અજીબ લાગી શકે, પરંતુ તે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.
આ લેખમાં લખવામાં આવેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે તેને ટ્રાય કરતા પહેલા જાણકારની સલાહ જરૂરથી લો