- શરદી ખાસીને દૂર કરે છે ડુંગળી
- બંધ નાખને ખોલી દે છે ડુંગળી
શિયાળાની સિઝનમાં સૌ કોઈને નાક બંધ થવાની ફરીયાદ રહે છે. સાથે જ શરદીના કારણે નાકમાંથી સતત પાણી વહે છે આવી સ્થિતિમાં ડુંગળી કારગાર સાબિત થાય છે.આ સાથે જ શિયાળો અને ઠંડા પવનો શરૂ થતાં જ શરદી, ખાંસી અને કફની સમસ્યા બહુ વધી જાય છે. નાકની અંદરના મેમ્બ્રેનમાં સોજો આવવા લાગે છે, આ જ કારણે નાક બંધ થવા લાગે છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, તેમને આ પ્રકારનાં સંક્રમણો બહુ ઝડપથી થાય છે.
ખાસ કતરીને ડુંગળીમાં રહેલ ગુણો અને પોષકતત્વોના કારણે જ આયુર્વેદ અને પારંપારિક ચિકિત્સા પદ્ધતિમાં તેનો ઉપયોગ થાય છે. બંધ નાક ખોલવા માટે ડુંગળીનો રસ અને તેની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળીમાં એન્ટી-બાયોટિક, એન્ટી-માઈક્રોબિયલ, કાર્મિનેટિવ ગુણો હોય છે, જે શરીરનું ઈન્ફેક્શન અને બીમારીઓ સામે રક્ષણ કરે છે.
આ સાથે જ ડુંગળીમાં રહેલ સલ્ફર, ફાઈબર, પોટેશિયમ અને વિટામિન્સ પણ હોય છે, જે શરીર માટે બહુ ફાયદાકારક ગણાય છે. જો તમને પણ બંધ નાકની સમસ્યા સતાવતી હોય તો, ડુંગળીમાં રહેલ એન્ટી-માઈક્રોબોયલ, એન્ટી-બાયોટિક ગુણો નાક ખોલવામાં મદદ કરે છે.
જો તમારું નાક બંધ થઈ ગયું હોય તો 4 થી 5 મિનિટ સુધી ડુંગળીની છાલ સુંઘવાથી ફાયદો મળે છે. ડુંગળીના ગુણો બંધ નાકથી છૂટકારો આપે છે.ડુંગળીના રસથી પણ બંધ નાકની સમસ્યામાં રાહત મળી શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે લાલ ડુંગળીનો રસ કાઢો અને આ રસનાં થોડાં ટીંપાં નાકમાં નાખો.ડુંગળીમાં રહેલ ગુણો નાકની અંદર રહેલ વાયરસ અને બેક્ટેરિયાને ખતમ કરે છે.