સ્કિનને સુંદર બનાવવા માટે લોકો જાતજાતના નુસ્ખાઓ કરતા હોય છે. લોકો મોટી રકમ પણ ખર્ચ કરે છે પરંતુ તમને તે વાતની જાણ નહીં હોય કે જો ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની ત્વચા પરના ડાઘને દુર કરી શકાય છે.
સ્કિન એલર્જીને દૂર કરવા માટે ડુંગળીના ફોતરાં સૌથી બેસ્ટ છે. આ માટે તમે ડુંગળીના ફોતરાંને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારમાં આ પાણીથી મોં ધોઇ લો. આમ કરવાથી તમને અઠવાડિયામાં રિઝલ્ટની અસર જોવા મળશે.
બેડ કોલેસ્ટ્રોલ ઓછુ કરવા ઇચ્છો છો તો ફટાફટ ડુંગળીના ફોતરાંને યુઝ કરો. આ માટે તમે ડુંગળીના ફોતરાંને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારમાં આ પાણી પી લો. તમે ઇચ્છો છો તો આ પાણીમાં મધ અને ખાંડ મિક્સ કરીને પણ પી શકો છો.