Site icon Revoi.in

ડુંગળીની કિમંતોમાં ભારે ઘટાડો, છેલ્લા 5 વર્ષની નીચી સપાટીએ પહોચ્યા ભાવ

Social Share

દિલ્હીઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ દર વર્ષે સાતમાં આસમાને પહોંચતા હોય છે જો કે આ વખતે ડુંગળીના ભાવ છેલ્લા 5 વર્ષની સૌથી નીચી સપાટીએ આવી પહોચ્યા છે,ડુંગળી માર્કેટમાં હવે ખૂબ સસ્તા ભાવે મળતી જોવા મળે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  જ્યાં દેશભરમાં તેલથી માંડિને દાળ કઢોળના ભાવ આસમાને પહોચ્યા છે ત્યા બીજી તરફ ડુંગળી સસ્તા ભાવે મળી રહી છે. ડુંગળીનો ભાવ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. તેના કારણે છૂટક બજારમાં ડુંગળીની કિંમત 15 રૂપિયાથી વધીને 20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ સાથે જ આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા નથી, કારણ કે માંગ કરતાં વધુ ડુંગળી બજારમાં આવી છે. વેપારીઓ ઓછા ભાવે ડુંગળી વેચી રહ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વધુ ઉત્પાદન છે.

ઉલ્લેખનીય છે કે  આ વર્ષે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ડુંગળીનો ઘણો પાક થયો છે. જેનાથી કિંમતોમાં ઘટાડો થયો. તે જ સમયે, કરા અને કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થવાનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં ખેડૂતો ઉતાવળમાં અડધા ભાવે ડુંગળી વેચી રહ્યા છે.

ખેડૂતો કમોસમી વરસાદના ભયથી મોટી સંખ્યામાં APMC મંડીમાં ડુંગળી વેચવા આવી રહ્યા છે. મંડીઓમાં ડુંગળીનો સ્ટોક એકાએક વધી જવાને કારણે ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. જો કે જ્યા જનતાના ખિસ્સા પરપથી ભાર હળવો થયો છે ત્યા બીજી તરફ ખેડૂતોને આર્થિક રીતે પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેઓ આર્થિક જોખમ લઈને સસ્તા ભાવે ડુંગળી માર્કેટમાં આપી રહ્યા છે.

ખાસ કરીને મહારાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના ભાવમાં મોટૂ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરે છે. આ વર્ષે સારી ઉપજને કારણે જથ્થાબંધ ભાવમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.