- યાર્ડમાં કપાસ અને ડુંગળીની મબલખ આવક
- સોયાબીનની આવક ગત વર્ષ કરતા વધુ આવક
- કપાસની 10,000 ભારિની આવક
રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ એટલે કે ગોંડલ યાર્ડમાં કપાસ અને ડુંગળીની મબલખ આવક જોવા મળી છે. કપાસની 10000 ભારીની આવક થવા પામી છે. જ્યારે કે ડુંગળીના 15000 કટ્ટાની આવક થઈ છે. ત્યારે હરાજીમાં કપાસના 20 કિલોના ભાવ એક હજાર રૂપિયાથી લઈને 1681 રૂપિયા સુધીના ખેડૂતોને હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ડુંગળીના 20 કિલોના સો રૂપિયા થી લઇ 551 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હોવાનું યાર્ડના ચોપડે નોંધાયું છે.
આ ઉપરાંત સોયાબીનની 5200 કટ્ટાની આવક નોંધાઈ છે. હરરાજીમાં સોયાબીન 20 કિલોના ભાવ 900 થી 1050 સુધીના બોલાયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી સીઝનમાં સોયાબીનની આવક ગત વર્ષ કરતા આ વર્ષે વધુ આવક નોંધાઈછે. જો. કે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સતત વરસાદના કારણે કપાસ અને ડુંગળીના પાકનો વરતારો ખેડૂતોને ઓછો આવ્યો છે. જેના કારણે આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.
નોંધનીય વાત એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર જોવા મળી છે. શાકભાજી મોંધા થવા પાછળનું કારણ ટ્રાન્સ્પોર્ટેશન કોસ્ટ પણ છે. પેટ્રોલ ડીઝલનો ભાવ હવે લોકો સતાવી નથી રહ્યો પણ દઝાડી રહ્યો છે.