- સ્કિન અને વાળ માટે લાભદાયક છે ડુંગળીનો રસ
- તમામ સમસ્યાઓને દુર કરી શકે છે ડુંગળીનો રસ
- જાણો કેવી રીતે તેનો કરવાનો હોય છે ઉપયોગ
ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે અથવા સલાડમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. પરંતુ તમે નહીં જાણતા હો કે, ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી પરંતુ સ્કિન અને વાળને અનેક રીતે ફાયદો પણ કરે છે. તેમાં ઘણાં ઓષધીય તત્વ હોય છે જે સ્કિન અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. તો,ચાલો જાણીએ ડુંગળીના ફાયદાઓ વિશે
1) આજકાલ નાની ઉમરમાં જ વાળ તૂટવાનું શરૂ થઇ જાય છે.. ડુંગળીના રસથી આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ,એન્ટી-ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે,જે આ બધી સમસ્યાઓથી રાહત આપે છે અને વાળને જાડા અને ચળકતા બનાવે છે. વાળને મજબૂત બનાવે છે અને તેની વૃદ્ધિમાં સુધારો કરે છે.
- આ રીતે કરો ઉપયોગ
ઓલિવ તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં માલિશ કરો અથવા બે ચમચી મધને અડધો કપ ડુંગળીના રસમાં મિક્સ કરીને મસાજ કરો.
2) ડુંગળીનો રસ વાળને અકાળે સફેદ થવાથી રોકે છે. તેમાં હાજર કેટલાસ નામનું એન્ઝાઇમ ભૂખરા વાળને કાળા કરે છે અને અકાળે શ્વેતની પ્રક્રિયામાં વિરામ આપે છે. આ સિવાય ડુંગળીનો રસ વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પણ સમાપ્ત કરે છે.
- આ રીતે કરો ઉપયોગ
ડુંગળીનો રસ એક બાઉલમાં કાઢીને સ્કેલ્પ પર માલિશ કરો અને અડધો કલાક સુધી રાખો. તે પછી તેને હળવા પાણીથી ધોઈ લો. ડુંગળીની ગંધ દૂર કરવા માટે માઈલડ શેમ્પૂથી વાળને ધોઈ લો.
૩) જો ચહેરા પર દાગની સમસ્યા હોય તો ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તે ચહેરા પરની ડાર્કનેસને સમાપ્ત કરે છે.
- આ રીતે કરો ઉપયોગ
ડુંગળીનો રસ અને સમાન પ્રમાણમાં લીંબુનો રસ મિક્સ કરો. આ પછી તેને ચહેરા પર 15 મિનિટ માટે મૂકો.ત્યારબાદ ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.