જામકંડોરણામાં ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યાં, યોગ્ય ભાવ ન મળતા રસ્તા ઉપર ફેંકી નારાજગી વ્યક્ત કરી
અમદાવાદઃ સૌરાષ્ટ્રના અનેક ગામમાં ખેડૂતો દ્વારા ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન કરવામાં આવે છે. જો કે, ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. જામકંડોરણા તાલુકાના રાયડી ગામના ખેડૂતોએ ડુંગળીનું પોષણક્ષમ ભાવ ન મળતા પોતાની ડુંગળી રસ્તાઓ પર ફેંકીને નારાજગી વ્યક્ત કરી હતી.
રાયડી ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર મોંઘા ભાવનુ બિયારણ ખરીદીને ડુંગળીનું વાવેતર કર્યું હતું. તેમજ પાક ઉપર જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલ એક મણનો ભાવ દોઢસો થી રૂ. 200 જેટલા મળે છે. બીજી તરફ મોંઘુ બિયારણ, જંતુનાશક દવા, શ્રમિકોની મજુરીના નાણા પણ ખેડૂતોને મળતા નથી, એટલું જ નહીં માર્કેટયાર્ડમાં ડુંગળીને લઈ જવાનું રૂ. 200 જેટલુ ભાડુ થાય છે. આમ યોગ્ય ભાવ મળતા નથી. જેથી તેની પડતર પણ નથી મળતી, પરિણામે ખેડૂતોએ ડુંગળી પોતાના ખેતર મા રાખી દિધેલ છે હાલ ગરીબોની કસ્તુરી ડુંગળી ખેડૂતોને રાતા પાણી રડાવી રહી છે રાયડી ગામ ના ખેડૂતોએ ડુંગળીનો પોષણક્ષણ ભાવ ન મળતા રસ્તાઓ પર ડુંગળીઓ ફેંકી ને પોતાનો રોષ વ્યક્ત કરેલ હતો.