- એરક્રાફ્ટ વિમાનમાં પ્રથમ વખત ઓનલાઈન બૂકિંગનો આજથી આરંભ
- લદ્દાખથી કારગિલ અને જમ્મુ કાશ્મીર વચ્ચે ઉડાન ભરશે
લદ્દાખઃ- લદ્દાખ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે, દેશવિદેશના લોકો અહીના વાતાવરણની મજા માણવા આવતા હોય છે, આ વિસ્તાર બરફથી ઢકાયેલો હોય છે જેથી ક્યારે હિમવર્ષા વખતે વાહનવ્યવહાર ખોરવાય છે ત્યારે હવે લદ્દાખથી વાયુસેનાના એરક્રાફ્ટથી લોકો મુસાફરીનો લાભ લેવા આજથી ઓનલાઈન બુકિંગ કરી શકશે.
લદ્દાખમાં પ્રથમ વખત એરફોર્સની એર ટિકિટની ઓનલાઈન બુકિંગ સેવા શરૂ થઈ છે. ગુરુવારે વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ આ સેવા હેઠળ કારગિલથી જમ્મુ અને જમ્મુથી કારગિલની પ્રથમ ઇડાન ભરશે. એરફોર્સના આ એરક્રાફ્ટનો ઉપયોગ કુરિયર સર્વિસમાં થાય છે.
વિશેષ સુવિધાનો હેતુ પ્રવાસન વિકાસ, બચાવ અને તબીબી કટોકટીના માટે સમયસર એર કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.લદ્દાખ એ ભારતીય ઉપખંડનું સૌથી ઊંચું ઉચ્ચપ્રદેશ છે, જ્યાં રાત્રિનું તાપમાન માઈનસ 30 ડિગ્રી સુધી પહોંચે છે. એક અધિકારીએ જણાવ્યું કે ઓક્ટોબરથી માર્ચ સુધી મોટાભાગની કનેક્ટિવિટી પ્રભાવિત રહે છે. આ કિસ્સામાં, હવાઈ સેવાઓ એકમાત્ર વિકલ્પ છે.
આ સેવા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લદ્દાખમાં ભારે ઠંડીની મોસમમાં સામાન્ય નાગરિકોને ફ્લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ વખતે ઓનલાઈન બુકિંગ સેવા શરૂ કરવામાં આવી છે, જેના માટે નીચે પ્રમાણેની વેબસાઈટ પપરથી તમે પણ બુકિંગ કરાવી શકો છે.
http://heliservice.ladakh.gov.in/airforce-plane-booking
લદ્દાખના અંતરિયાળ વિસ્તારના લોકો માટે આ એક મોટી ભેટ છે. લેહ, લિંગશેડ, દિબલિંગ, દ્રાસ, પદમ, કારગિલ, નુબ્રા, નેરક, જમ્મુ અને શ્રીનગર રૂટને ફ્લાઇટ માટે મંજૂરી આપવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત એરફોર્સના AN-32 એરક્રાફ્ટ માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે અહીના વાતાવરણના કારણે સામાન્ય લોકો માટે પણ આ સેવા મદદરુપ સાબિત થાય છે.