Site icon Revoi.in

ગુજરાતમાં મેડિકલ PG પ્રવેશ માટે 23મીથી 30મી જુન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં મેડિકલની પ્રવેશ સમિતિ દ્વારા તબીબી કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમડી,એમએસ, ડિપ્લોમાં, સીપીએસ અને એમડીસી કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. સમિતિ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તા. 23થી 30મી જૂન સુધીમાં ઓનલાઈન પીન ખરીદી રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયાના ત્રણ દિવસ બાદ નિયત હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમાં કરાવવા માટેની પ્રક્રિયા 26મીથી શરૂ થશે. જે 1લી જૂલાઈ સુધી ચાલશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની મેડિકલ કોલેજોમાં વિવિધ અનુસ્નાતક અભ્યાક્રમો જેવા કે, પોસ્ટ ગ્રેજ્યુએટ એમડી,એમએસ, ડિપ્લોમાં, સીપીએસ અને એમડીસી કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. જે આજથી એટલે કે તા. 23મી જુનથી તા. 30મી જુન સુધી ચાલશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયાના ત્રણ દિવસ બાદ નિયત હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમાં કરાવવા માટેની પ્રક્રિયા 26મીથી શરૂ થશે. જે 1લી જૂલાઈ સુધી ચાલશે. આ વખતે ગુજરાતમાં પીજી મેડિકલની અંદાજે 350 જેટલી બેઠકો વધવાની શક્યતા છે. જેના માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આમ કેન્દ્ર સરકારની મંજુરી બાદ આગામી 15મી જુલાઈ આસપાસ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે અગાઉથી અપોઈમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે, રજિસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટે પોતાની પસંદગીની તારીખ, સમય અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પીજી-મેડિકલમાં કુલ 2158 અને ડીપ્લોમામાં 33 બેઠક ઉપલબ્ધ છે. જ્યારે પીજી-ડેન્ટલમાં 235 બેઠક ઉપલબ્ધ છે.