દિલ્હીઃ કોરોના કાળમાં લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર થયો છે. અભ્યાન ઓનલાઈન થઈ રહ્યો છે અને હવે લગ્ન પણ ઓનલાઈન થઈ રહ્યાં છે. મુંબઈ નજીક થાણેના ડોંબિવલીમાં ઓનલાઈન લગ્ન થયાં હતા. પંડિતજીએ ડોંબિવલીમાં મંત્રોચ્ચાર કર્યાં અને વર-કન્યાએ કેનેડામાં ફેરા લીધા હતા.
એક રિપોર્ટ અનુસાર ડોંબિવલીના ભોપર ગાંમ વિસ્તારના ડોકટર હીરામન ચૌધરીના દીકરાના ઓનલાઈન લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. ચૌધરીના દીકરા ભૂષણ ચૌધરીએ ડોંબિવલીમાં જ અભ્યાસ કર્યો છે. સાત વર્ષ પહેલા ઉચ્ચ અધ્યાસ અર્થે કેનાડા ગયો હતો. અભ્યાસ બાદ તેને કેનેડામાં જ નોકરી મળી ગઈ હતી. આ દરમિયાન ભૂષણને મનદીપ કૌર નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેમજ બંનેએ પરિવારજનોને પોતાના સંબંધ અંગે જાણ કરીને લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, કોરોનાને કારણે તે ભારત આવી શક્યાં ન હતી. એટલા માટે ઓનલાઈન લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂષણના લગ્નની તમામ વસ્તુઓ કુરિયરથી કેનેડા મોકલવામાં આવી હતી. ત્યાર બાદ પંડિતજીએ નિર્ધારિત સમયે ડોંબિવલીમાં મંત્રોચ્ચાર કર્યાં હતા. લગ્નમાં ઓનલાઈન શામેલ ચૌધરી પરિવારના સંબંધી-મિત્રોએ વર અને કન્યાને આર્શિવાદ પણ ઓનલાઈન આપ્યાં હતા. લગ્ન બાદ ભૂષણના પિતાએ કોરોના કાળમાં આવી જ રીતે લગ્નનું આયોજન કરવા અપીલ કરી હતી.