અમદાવાદ: ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના મંત્રી મંડળની સાગમટે બાદબાકી કરીને નો-રિપિટ થિયરી અપનાવીને ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 10ને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, પાંચ રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે અને દસ રાજ્યકક્ષાના મંત્રી છે. નવા મંત્રીઓ કેટલું ભણેલા છે તે જાણવા માટે પણ લોકો ખાસ્સા ઉત્સુક છે. વિધાનસભાની વેબસાઈટમાં અપાયેલી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંડર ગ્રેજ્યુએટ છે. તેમણે ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. આ ઉપરાંત, તેમના મંત્રીમંડળમાં 10 મંત્રીઓ ગ્રેજ્યુએટ છે જ્યારે 10 મંત્રીઓ દસમા સુધી પણ માંડ ભણ્યા છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં રાજેન્દ્ર ત્રિવેદીની શૈક્ષણિક લાયકાત બીએસસી, એલએલબી, તથા કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીની શૈક્ષણિક લાયકાત બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી. તેમજ કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલની શૈક્ષણિક લાયકાત અંડર ગ્રેજ્યુએટ, સિવિલ એન્જિનિયરિંગ (ડિપ્લોમા) મંત્રી પૂર્ણેશ મોદીની શૈક્ષણિક લાયકાત બી.કોમ., એલએલ.બી. અને મંત્રી રાઘવજી પટેલ
શૈક્ષણિક લાયકાત બી.એ., એલ.એલ.બી. છે. જ્યારે મંત્રી કનુ દેસાઈની શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી. છે. મંત્રી કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણીની શૈક્ષણિક લાયકાત મેટ્રિક છે. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ શૈક્ષણિક લાયકાત બી.કોમ, ડીસીએમ છે. મંત્રી જગદીશ પંચાલની શૈક્ષણિક લાયકાત એસ.વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ) છે.
મંત્રી બ્રિજેશ મેરજા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે. મંત્રી મનીષા વકીલ એમ.એ., બી.એડ. (અંગ્રેજી સાહિત્ય)
સુધા ભણેલા છે. મંત્રી મુકેશ પટેલે એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલની ડિગ્રી મેળવેલી છે. મંત્રી નિમિષા સુથાર અંડર ગ્રેજ્યુએટ થયેલા છે. મંત્રી કુબેર ડિંડોર એમ.એ., પીએચ.ડી સુધા ભણેલા છે.