Site icon Revoi.in

સ્વચ્છ ઈંઘણથી રાંધનારાની સંખ્યા માત્ર 43 ટકા – સર્વેમાં થયો ખુલાસો

Social Share

દિલ્હીઃ- ગ્રામીણ વિસ્તારોમાં, રસોઈ માટે સ્વચ્છ ઇંધણનો ઉપયોગ હાલમાં પણ ઘણો ઓછો થઈ રહ્યો છે એવો એક રિપોર્ટમાં ખુપલાસો કરવામાં આવ્યો છે, આ બાબતે નેશનલ ફેમિલી વેલ્ફેર સર્વે એ જારી કરેલા ડેટા અનુસાર,હાલના સમયમાં પણ માત્ર 43 ટકા ગ્રામીણ પરિવારો પાસે જ સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરી રહ્યા છે.

આ મામલે જો જો આપણે રાજ્ય મુજબની પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો, દક્ષિણના રાજ્યોમાં સ્થિતિ વધુ સારી દેખાય છે, જ્યારે ઉત્તરના રાજ્યોમાં ગ્રામીણ ઘરોમાં એલપીજીનો વપરાશ રાષ્ટ્રીય સરેરાશ 43 ટકા કરતાં ઘણો ઓછો છે. જોકે, શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ સારી છે.

વર્ષ 2019થી લઈને 2021 વચ્ચે હાથ ધરાયેલા એનએચએફ-5 સર્વે મુજબ, સ્વચ્છ રસોઈ ઇંધણ શહેરોમાં 89.7 ટકા અને ગામડાઓમાં 43.2 ટકા ઘરોમાં સ્વચ્છ રસોઈ ઈંધણ ઉપલબ્ધ છે.

આ સા કુલ કવરેજ વિશે વાત કરીએ, તો એનએચએફએસ 4માં, 2015-16માં દેશમાં કુલ 43.8 ઘરોમાં સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ હતું, પરંતુ હવે આવા ઘરોની સંખ્યા 58.6 ટકા પર પહોંચી ગઈ છે. પાંચ વર્ષમાં તેમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. કદાચ આ ઉજ્જવલા યોજનાની અસર કહી શતાય છે. જો કે, ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ઇંધણની પહોંચ હજુ પણ મર્યાદિત છે.

આ બાબતના રિપોર્ટ અનુસાર, બિહારમાં માત્ર 30.3 ટકા, યુપીમાં 36.2, ઉત્તરાખંડમાં 42.9 અને ઝારખંડમાં 19.5 ટકા ગ્રામીણ પરિવારો સ્વચ્છ ઇંધણ વાપરી રહ્યા છે. જ્યારે આ રાજ્યોમાં શહેરી ઘરોમાં સ્વચ્છ ઈંધણની ટકાવારી અનુક્રમે 78.6, 88.3, ​​92.9 અને 71 ટકા છે.

આ રીતે શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે સ્વચ્છ ઇંધણની ઉપલબ્ધતામાં મોટો તફાવત છે. જોકે, દક્ષિણના રાજ્યોમાં આવું નથી. ઉદાહરણ તરીકે તમિલનાડુમાં 73.7, તેલંગાણામાં 88.3, ​​કર્ણાટકમાં 69.3, કેરળમાં 66.3 સ્વચ્છ ઇંધણ છે. મહારાષ્ટ્રમાં, 65.4% ગ્રામીણ પરિવારો સ્વચ્છ બળતણથી રાંધે છે. આ રાજ્યોના શહેરી વિસ્તારોમાં સ્વચ્છ ઇંધણની ઉપલબ્ધતા 90-95 ટકાની વચ્ચે છે.