દિલ્હીઃ-આ વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે અનેક ઉત્સવો અનેક તહેવારો ઉદવણીમાં ફેરબદલાવ જોવા મળ્યા છે,ત્યારે હવે થોડા જ દિવસોમાં ગણતંત્ર દિવસનો પર્વ આવનાર છે,આ વર્ષ દરમિયાન પ્રજાસત્તાક દિવસની પરેડમાં બહારના રાજ્યોના મુલાકાતીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ફક્ત દિલ્હીવાસીઓને જ આ પરેડમાં જોડાવાની મંજૂરી આપવાનો નિર્ણય કરી શકાય છે.
ઉલ્લખએનીય છે કે કેટલાક દિવસોથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેને લઈને પ્રજાસત્તાક દિનની તૈયારીઓ અંગે યોજાયેલી પહેલી બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે કદાચ 26 જાન્યુઆરીએ ટિકિટ ખરીદીને સૂત્રોચ્ચાર અને હંગામો કરીને ખેડુતો પરેડમાં આવશે. જેને ધ્યાનમાં રાખીને હવેથી નવી દિલ્હી વિસ્તારમાં ખેડૂતો આવતાં અટકાવવા વ્યૂહરચના શરૂ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિનના કાર્યક્રમો અંગે મંગળવારે રાજપથ ખાતે પહેલી બેઠક મળી હતી. તેમાં દિલ્હી પોલીસ, એનડીએસસી, પીડબ્લ્યુડી અને સંરક્ષણ મંત્રાલય સહિત વિવિધ એજન્સીઓના અધિકારીઓએ ભાગ લીધો હતો. દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર જસપાલસિંહે સવાલ કર્યો હતો કે આ વખતે 26 જાન્યુઆરીની આસપાસ કેવી વેચાઇ રહી છે.
પાસ માત્ર દિલ્હીના લોકોને આપવામાં આવી રહ્યા છે કે સમગ્ર દેશવાસીઓને,. તેમણે સૂચન આપ્યું કે પાસ વેચતી વખતે ઓળખકાર્ડ જોવામાં આવે. આ સમય દરમિયાન, ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે જો પાસઆખા ભારતના લોકોને વેચવામાં આવે તો એવું ન થાય કે 26 જાન્યુઆરીએ કોઈ ખેડૂત પાસ ખરીદી કરીને પરેડમાં જોડાય અને ત્યાં હંગામો થાય. આ આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી શકે છે.
સાહિન-