Site icon Revoi.in

અમદાવાદમાં વેક્સિનના બે ડોઝ લીધા હશે તેવા લોકો જ રિક્ષામાં મુસાફરી કરી શકશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. બીજીબાજુ શહેરની મ્યુનિ. કચેરી, એએમટીએસ,બીઆરટીએસ, ગુજરાત યુનિ. હાઈકોર્ટ સહિત સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે કોરોનાના બન્ને ડોઝ લીધા હોવાનું સર્ટી બતાવવું પડે છે. વેક્સિનનું સર્ટી ન હોય તો કચેરીઓમાં પ્રવેશ અપાતા નથી. હવે તે રિક્ષાચાલકો પણ વેક્સિન લીધી હશે તેવા મુસાફરોને જ સફર કરાવશે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે બીજીબાજુ વેક્સિન વધુને વધુ લોકો લે તા માટે ઝૂંબેશ ચાલુ છે. હાલ 15થી 18 વર્ષના સગીરોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. તમામ સ્કુલોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ જઈને સગીરોને વેક્સિન આપી રહ્યા છે. બીજીબાજુ વેક્સિન ન લેનારા સામે પ્રવેશબંધીનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રિક્ષામાં રોજ હજારો મુસાફરો સફર કરે છે, તેમાં કોઈ પોઝિટિવ દર્દી આવે તો અનેક લોકોને તેનાથી સંક્રમિત કરી શકે છે. જે માટે હવે પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં રિક્ષા ચાલકોને પોતે વેક્સિનના બંને ડોઝ લેવા અને તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને પણ બે ડોઝનું વેક્સિન સર્ટિ જોવા માટે સમજાવ્યા હતા. ઝોન-5ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, રિક્ષા ચાલક અને સફાઈ કામદારને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોના ગાઈડલાઈનનું પાલન થાય અને સંક્રમણ અટકાવવા મદદ થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેમાં રિક્ષા ચાલકોને રિક્ષાની મુસાફરી દરમિયાન માસ્ક અચુક પહેરવા સેનેટાઈઝ કરીને મુસાફરોને રિક્ષામાં બેસાડવા તેમજ જે મુસાફરે રસીના નિયમ પ્રમાણે એક કે બે ડોઝ લીધા હોય તેમને જ રિક્ષામાં મુસાફરી કરવા બેસાડવા આવા કેટલાક મહત્વપુર્ણ સુચનો કરીને રિક્ષાચાલકો થોડીક જાગૃતિ આવનારી કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ખાળી શકવામા મદદ પુરી પાડશે અને રસીકરણના લક્ષ્યાંકને ઝડપથી પુરો કરી શકાશે. (file photo)