ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં વેક્સિન લીધી હશે તેવા યાત્રિકોને જ દર્શન માટે પ્રવેશ અપાશે
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલામાં માં ચામુંડાના દર્શન કરવા માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવી રહ્યા છે. કોરોનાનો બીજો વેવ તો લગભગ સમાપ્ત થઈ ગયો છે. પણ ત્રીજાવેવની શક્યતા હોવાથી તકેદારી રાખવી પણ જરૂરી છે. ત્યારે મંદિરના સત્તધિશોએ નિર્ણય લીધો છે. કે, વેક્સિન લીધી હશે તેવા યાત્રિકોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ અપાશે.
રાજ્યમાં પૂરજોશમાં કોરોના રસીકરણ ચાલી રહ્યુ છે બીજી બાજુ જાહેર સ્થળોમાં પ્રવેશ માટેના નિયમો આકરા થઈ રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે હવે ધર્મસ્થાનોએ પણ કમર કસી લીધી છે. આ દિશામાં રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામચોટીલા મંદિર દ્વારા મંદિરમાં દર્શનના પ્રવેશ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસની ત્રીજી લહેરને રોકવા માટે ચોટીલા મંદિરમાં જે લોકોએ રસી લીધી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિરના મહંતે જણાવ્યું હતું કેચોટીલામાં પ્રવેશ લેવા માટે યાત્રિકોએ રસી લીધી છે તેનું સર્ટિફિકેટ દર્શાવવું પડશે. રસીના ડોઝ ન લીધા હોય તો હવે પછીચોટીલા દર્શને જવાનો ધક્કો માથે પડી શકે છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ તો હાલમાં કાબૂમાં આવી ગયા છે પરંતુ હવે પછી ત્રીજી લહેરની આશંકા છે. ત્રીજી લહેરને રોકવા માટે રસી જ રામબાણ ઈલાજ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 2.50 કરોડથી વધારો લોકોનું રસીકરણ થયું હતું. રાજ્યમાં 18મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 4,81,733 લોકોને રસી આપવામાં આવી હતી. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 1.09 લાખ વ્યક્તિનું કરવામાં આવ્યું હતું.