લોકસભા ચૂંટણીમાં જે લાયક હશે તેને જ ‘જય શ્રીરામ’ના આશીર્વાદ મળશે: સિંગર જુબિન નૌટિયાલે
મુંબઈઃ ભગવાન શ્રી રામના જીવનના ભજન યુવાનોને આકર્ષિત કરે છે, આ ગૌરવની વાત છે. આવવા વાળા સમયમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી છે. હું કોઈ રાજકીય પક્ષને સમર્થન નથી આપતો પણ ચોક્કસ કહી શકું છું કે જે પક્ષ લાયક છે તેને ચૂંટણીમાં ભગવાન શ્રી રામના આશીર્વાદ ચોક્કસ મળશે.
જુબિને પહેલીવાર લોકસભા ચૂંટણીને લઈને પોતાની મનની વાત કરી અને કહ્યું કે જે લોકો ભગવાન શ્રી રામના આશીર્વાદના હકદાર છે તેમને જ ચૂંટણીમાં મત મળશે. તમને એ પણ કહ્યું કે દરેક લોકોએ યોગ્ય લોકોને પસંદ કરીને સંસદમાં મોકલવા જોઈએ જેથી તેમના જીવનમાં બદવલાવ આવે. જે લોકો જીવનમાં પરિવર્તન ઈચ્છે છે. તે અવશ્ય મત આપે છે. એટલે યુવાનો સહિત દેશમાં દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ.
ઉજ્જૈનમાં આયોજિત વિક્રમ ઉત્સવના સમાપન સમારોહમાં પરફોર્મ કરવા માટે ફેમસ સિંગર જુબીન નૌટિયાલ ઉજ્જૈન પહોંચ્યા હતા. તેમણે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ભગવાન મહાકાલના દરબારમાં યોજાયેલી ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. ઉત્તરાખંડ અને દેશની સમૃદ્ધિ માટે ભગવાન મહાકાલને પ્રાર્થના કરી. તે સિવાય ભગવાન મહાકાલના દરબારમાં તેમના આગલા પ્રોજેક્ટની સફળતાને લઈને પણ માથુ નમાવ્યું હતુ.
વિક્રમોત્સવ 2024 અંતર્ગત શિવજ્યોતિ અર્પણ કાર્યક્રમ અંતર્ગત ક્ષીપરા કિનારે રામઘાટ, નરસિંહ ઘાટ, દત્ત અખાડા અને ગુરુદ્વારા ઘાટ પર 5 લાખ 51 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રસિદ્ધ પ્લેબેક સિંગર જુબીન નૌટીયાલે તેમના શિવ ભજનો જેવા કે શંકર સંકટ હરના, મેરે ઘર રામ આયે હૈ, બહુત આયી ગયી યાદેં, પહલા નશા પહેલા પ્યાર, એક મુલકત હૈ ઝરૂરી જીને કે લિયે વગેરેની રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.