- ટીવી પર ફરી એકવાર સિરિયલ ‘રામાયણ’ની વાપસી
- દર્શકો ફરીથી ટીવી સ્ક્રીન પર શ્રીરામના કરી શકશે દર્શન
- રામાયણની ઓનસ્ક્રીન સીતાએ વ્યક્ત કરી ખુશી
મુંબઈ : એંસીના દાયકાની લોકપ્રિય સિરીઝ રામાયણને ગયા વર્ષે પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે ફરી એકવાર ટેલિવિઝન પર રામાયણનો પ્રીમિયર થઇ રહ્યો છે. રામાનંદ સાગર શોમાં રામ તરીકે અરૂણ ગોવિલ,સીતા તરીકે દીપિકા ચિખલિયા અને હનુમાન તરીકે દારા સિંહ જોવા મળ્યા હતા. નાના પડદે શોના વાપસીને લઈને દીપિકા ચિખલિયા ખૂબ જ ઉત્સાહિત છે.
દિગ્ગજ અભિનેત્રી દીપિકા ચિખલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને આ સમાચાર શેર કર્યા છે. તેણે સીતાના અવતારની એક જૂની તસ્વીર ખુદ શેર કરી અને તે તસવીરને કેપ્શન આપ્યું,”આ વર્ષે રામાયણ ફરીથી નાના પડદે ટેલિકાસ્ટ કરવામાં આવશે ! રામાયણ ગત વર્ષે લોકડાઉન દરમિયાન બતાવવામાં આવ્યું હતું અને એવું લાગે છે કે, ઇતિહાસ ખુદ પુનરાવર્તન થઈ રહ્યું છે. અમારા સમુદાયનો ભાગ બનો અને આવનાર પેઢીઓ સાથે રામાયણના જ્ઞાનને શેર કરો ! દરરોજ સાંજે 7 વાગ્યે સ્ટાર ભારતમાં ટયુન કરો. રામાનંદ સાગરની રામાયણ !
રામાયણ ગયા વર્ષે 16 એપ્રિલના રોજ 7.7 કરોડ દર્શકોના જોયા બાદ દુનિયાનો સૌથી વધુ જોવાયેલો શો બની ગયો. ડીડી ઇન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને આ શેર કર્યું છે. સાર્વજનિક માંગ પર આ લોકડાઉન દરમિયાન શો ને પાછો લાવવામાં આવ્યો છે.
રામાનંદ સાગરે વાલ્મિકીની રામાયણ અને તુલસીદાસની રામચરિતમાનસ પર આધારિત આ સિરિયલના કુલ 78 એપિસોડ બનાવ્યાં છે. દેશમાં પ્રથમ વખત આ સિરિયલ અસલમાં 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 દરમિયાન પ્રસારિત કરવામાં આવી હતી.
દેવાંશી