અરેરે! આવું કોણ કરે? એક વ્યક્તિએ એક કલાકમાં કોરોનાની વેક્સિન 10 વાર લીધી
- કોરોનાથી સતર્ક રહેવું જરૂરી
- પણ પાગલપન વિશે શું કરી શકાય
- એક વ્યક્તિએ 1 કલાકમાં 10 વાર વેક્સિન લીધી
કોરોનાવાયરસ મહામારીને કારણે મોટાભાગના દેશોમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે ઝડપથી ચલાવવામાં આવી રહી છે, આ વાતને લઈને લોકો તથા સરકાર પણ સતર્ક છે. લોકો વેક્સિનને લઈ પણ રહ્યા છે, ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિએ કોરોનાની વેક્સિન 1 કલાકમાં 10 વાર લીધી છે.
આ વ્યક્તિના આ પ્રકારના વર્તનથી તો સરકાર પણ ચિંતામાં આવી ગઈ છે. જાણકારી અનુસાર ન્યૂઝીલેન્ડમાં એક વ્યક્તિએ 24 જ કલાકમાં 10 વખત કોરોના વેક્સીન લગાવ્યા બાદ સરકાર પણ ચિંતામાં પડી ગઈ છે. હવે આ મામલાની તપાસના આદેશ અપાયા છે.એવુ મનાય છે કે, આ વ્યક્તિએ એક જ દિવસમાં સંખ્યાબંધ રસીકરણ કેન્દ્રો પર જઈને રસી મુકાવી હતી.
હાલ આ વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, આ બાબત ચિંતાજનક છે. જો તમે કોઈ એવા વ્યક્તિને જાણતા હોય કે જેણે વેક્સીનના વધારે ડોઝ લીધા છે તો તેને વહેલી તકે ડોકટર પાસે જવાની સલાહ આપો.
મંત્રાલયે જોકે રસી મુકવાની ઘટના ક્યાં બની છે તે વાતને સમર્થન આપ્યુ નહોતુ.રસીકરણ સલાહકાર કેન્દ્રના નિર્દેશક નક્કી ટર્નરે કહ્યું હતું કે,આટલા બધા ડોઝ એક સાથે લીધા બાદ કયા પ્રકારની આડ અસર થઈ શકે છે તેનો કોઈ સ્ટડી હજી અમારી પાસે નથી.આ વ્યક્તિએ પોતાની જાતને જોખમમાં મુકી દીધી છે.