ઓપેક સંગઠન સાથે સંકળાયેલા દેશોની કલાકો સુધી ચાલેલી બેઠકને અંતે સાઉદી અરબે જાહેરાત કરી હતી કે તેલના ઘટી રહેલા ભાવોને નિયંત્રણમાં લેવા તેલ ઉત્પાદનમાં પ્રતિદિન 10 લાખ બેરલનો કાપ મુકશે. ઓપેક સંગઠન સાથે સંકળાયેલા દેશોની કલાકો સુધી ચાલેલી બેઠકને અંતે સાઉદી અરબે જાહેરાત કરી હતી કે તેલના ઘટી રહેલા ભાવોને નિયંત્રણમાં લેવા તેલ ઉત્પાદનમાં પ્રતિદિન 10 લાખ બેરલનો કાપ મુકશે. સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને એક નિવેદનમાં આ સ્પષ્ટતા કરી હતી.
તેમણે તેલ બજારને સ્થિર કરવા તમામ પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. સાઉદી અરબ જુલાઇમાં તેલના પ્રતિદિન 90 લાખ બેરલના ઉત્પાદનમાં કાપ મુકવાનું છે. જૂન 2021 પછી સાઉદી અરબ માટે ઉત્પાદનનું આ સૌથી નીચું સ્તર બની રહેશે. ઓપેક દેશો દ્વારા આ પહેલાં પણ ઉત્પાદનમાં કાપ મુકાયો હતો. પરંતુ તેમ કરવા છતાં તેલના ઘટી રહેલા ભાવોને નિયંત્રણમાં લઇ શકાયા નહોતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો લગાવ્યાં હતા. બીજી તરફ રશિયાએ ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલના વેચાણની ઓફર કરતા ભારત સહિતના દેશોએ રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરી હતી. બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી ઓઈલ ઉત્પાદન સાથે જોડાયેલા દેશો ચિંતામાં મુકાયાં હતા. તેમજ ઓપેક સંગઠનની બેઠક મળી હતી. જેમાં ઓઈલના ભાવને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.