અમદાવાદ: દાહોદના કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ કરાયો છે. આ વેળાએ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગે સમગ્ર દેશમાં ગત તા.10 નવેમ્બરથી ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ – 2022ના ભાગરૂપે સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ કર્યો છે. આ સર્વે ગત તા. 09 ડિસેમ્બર થી આગામી તા. 22/1/23 સુધી ઓનલાઇન તેમજ ઓફલાઇન માધ્યમથી શરૂ થયો છે ત્યારે દાહોદના નગરજનો પણ નગરની સુવિધાઓ વિશે ઉક્ત સમયમર્યાદામાં ફીડબેક આપી શકશે.
આ સર્વેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વીજળી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓની દાહોદ શહેરમાં શું સ્થિતિ છે તેને લાગતા 17 જેટલા સામાન્ય વૈકલ્પિક પ્રશ્નોના ઓનલાઇન જવાબો આપીને સબમિટ કરવાના છે.