1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના દરિયા કાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ
ગુજરાતના દરિયા કાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ

ગુજરાતના દરિયા કાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ

0
Social Share

પોરબંદરઃ ગુજરાતમાં 1600 કિ.મીનો સાગર કાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો બન્યો છે. કચ્છથી વલસાડની દરિયાઇ સીમા પર  સુરક્ષા એજન્સીઓએ બે દિવસની ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ કવાયત શરૂ કરી છે. જેમાં 12 જિલ્લાના સાગકરકાંઠાને આવરી  લેવામાં આવ્યા છે. નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, ઈંઇ,રો, પોલીસ સહિતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાઇ છે. દરિયાની અંદર, દરિયા કાંઠે, તેમજ દરિયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે હથિયાર લઈને પહોચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.  દરમિયાન સુરક્ષા જવાનો ડમી આંતકીને પકડવામાં સફળ થયા તો ઈનામ માટે રૂપિયા 100 આપવામાં આવે છે. પરંતુ જો સુરક્ષામાં ચુક સામે આવે તો તે એજન્સી કે સુરક્ષા જવાનને વધુ સર્તક રહેવા માટે ઠપકો પણ મળે છે.

ગુજરાતમાં  જે જિલ્લાઓમાં દરિયા કાંઠો આવેલો છે. તે તમામ જિલ્લાઓમાં એક સાથે બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચની કવાયત શરૂ થઇ છે. જેમાં કચ્છ, મોરબી,જામનગર, દેવભુમિદ્રારકા, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત. નવસારી, વલસાડ, ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે. દરિયા કિનારાની સાથે અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. જેમાં કેટલાક ટાપુઓ પર માનવ વસાહત છે. કેટલાક નિર્જન ટાપુઓ છે. જયા કોઈ લોકોની અવર-જવર થતી નથી. ઓપરેશન વખતે સુરક્ષા એજન્સીઓ આવા ટાપુઓની ખુણે-ખુણાની ચકાસણી કરતી હોય છે. આમ સુરક્ષાને ધ્યાને રાખી બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચ આશીર્વાદ સમાન બની રહે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતનો  દરિયા કિનારો સુરક્ષા દૃષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. જેમાં 1192 માં મુંબઇ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો જે માટે ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ થયો હતો. 26-11 ના હુમલા બાદ દરિયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહી હોવાનુ એક કારણ સામે આવ્યુ હતુ. જે બાદથી કોસ્ટગાર્ડ દ્રારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મોટી કવાયત કરવામાં આવે છે. નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, ઈંઇ,રો, પોલીસ સહીતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાઇ છે. દરીયાની અંદર, દરીયા કાંઠે, તેમજ દરીયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે હથિયાર લઈને પહોચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોક ડ્રિલ યોજાશે.આ દરમ્યાન જવાનો ડમી આંતકીને પકડવામાં સફળ થયા તો ઈનામ માટે રૂપિયા 100 આપવામાં આવે છે. પરંતુ જો સુરક્ષામાં ચુક સામે આવે તો તે એજન્સી કે સુરક્ષા જવાનને વધુ સર્તક રહેવા માટે ઠપકો મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code