Site icon Revoi.in

વિપક્ષોએ પોતાના કારનામા છુપવા માટે ગઠબંધનનું નામ બદલી નાખ્યું : પીએમ મોદી

Social Share

જયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના સીકર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન I-N-D-I-A પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું, સિમીના નામમાં પણ ઈન્ડિયા હતું, તેણે તેનું નામ બદલીને પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) કર્યું હતું. આ કાર્યક્રમમાં નાદુરસ્ત આરોગ્યને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ઉપસ્થિત રહી શક્યા ન હતા. જેથી પીએમ મોદીએ તેના સારા સ્વાસ્થ્યની પીએમ મોદીએ કામના કરી હતી. સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ ડાયરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, વિપક્ષોએ ગઠબંધનનું નામ બદલી નાખ્યું જેથી તેઓ પોતાના કારનામા છુપાવી શકે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ એટલે લૂંટનું બજાર. લોકશાહીમાં દરેક સરકારને તેના કામનો હિસાબ આપવો પડે છે, પરંતુ શું રાજસ્થાનમાં કોંગ્રેસ તેના કામનો હિસાબ આપે છે? તેઓએ પરસ્પર ઝઘડામાં, સર્વોપરિતાની લડાઈમાં કિંમતી સમય વેડફ્યો. પીએમ મોદીએ કહ્યું, રાજસ્થાનમાં દલિતો પર અત્યાચાર ચરમ પર છે. ડ્રગ્સનો વેપાર ફૂલીફાલી રહ્યો છે. આપણા તીજના તહેવારો પર ખતરો તોળાઈ રહ્યો છે. ક્યારે પથ્થરમારો શરૂ થશે, ક્યારે ગોળીઓ વરસશે, ક્યારે કર્ફ્યુ લાદવામાં આવશે તે કોઈને ખબર નથી. રાજસ્થાનના લોકો પોતાની બહેનો અને દીકરીઓ પર થતા અત્યાચારને સહન કરી શકતા નથી. એક દલિત બહેન પર તેના પતિની સામે જ ગેંગરેપ કરવામાં આવે છે. આરોપીઓ વીડિયો બનાવે છે, પોલીસ ફરિયાદ લખતી નથી. શાળાઓમાં ભણાવતી નાની છોકરીઓ અને મહિલા શિક્ષકો પણ સુરક્ષિત નથી. કોંગ્રેસના નેતાઓ કાર્યવાહી કરવાને બદલે પીડિત મહિલાઓ પર જુઠ્ઠાણાનો આરોપ લગાવે છે.

પીએમ મોદીએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નામ બદલીને નવો દાવપેચ શરૂ કર્યો છે. પહેલા કોઈ કંપની બદનામ થાય તો કંપનીના લોકો નવા બોર્ડ લગાવીને લોકોને મૂર્ખ બનાવી પોતાનો ધંધો ચલાવે છે. કોંગ્રેસ અને તેની જમાત એ જ કંપનીઓની નકલ કરી રહી છે.