દિલ્હીઃ- સંસંદના મોનસુન સત્રમાં મણીપુરની હિંસાનો મમાલો ગરમાયો છે વિપક્ષ દ્રારા સતત આ મામલે ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે આજરોજ બુધવારે વિપક્ષના સાસંદો મણીપુરના મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મળ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રામણે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં હંગામો થયો, ત્યારબાદ સ્પીકરે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. બીજી તરફ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું, આજે વિપક્ષી ગઠબંધનના સાંસદો મણિપુર મુદ્દે રાષ્ટ્રપતિને મળશે. ત્યાર બાદ મણિપુરના મુદ્દે બુધવારે વિપક્ષના સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હિંસાની જમીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મણિપુર ગયેલા ભારતીય સાંસદોનું પ્રતિનિધિમંડળ 29-30 જુલાઈના રોજ પરત ફર્યું છે.
રાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાત દરમિયાન વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિને મણિપુરની સ્થિતિ વિશે જાણકારી આપી અને મણિપુર મુદ્દે એક મેમોરેન્ડમ સુપરત કર્યું. રાષ્ટ્રપતિને મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે સંસદમાં ચર્ચા કરવા માંગીએ છીએ પરંતુ સરકાર જવાબ આપી રહી નથી.વિપક્ષ સતત આ મુદ્દે ચર્ચા કતરવાની માંગણી કરી રહ્યો છે.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી અને ભારતીય ગઠબંધન પક્ષોના 20 સાંસદોએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. હતી તમામ સાંસદોએ મણિપુરની સ્થિતિ પર તેમના હસ્તક્ષેપની માંગ કરી છે. આ સિવાય વિપક્ષી ગઠબંધન I.N.D.I.A એ મણિપુરની સ્થિતિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક મેમોરેન્ડમ આપ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે ‘અમે તમારાને રાજ્યમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ.
આ સાથે જ વધુમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ અસરગ્રસ્ત સમુદાયોને ન્યાય આપવા માટે તેમની ફરજ નિભાવવી જોઈએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે મણિપુરની વર્તમાન પરિસ્થિતિ પર સંસદને તાત્કાલિક સંબોધવા માટે વડા પ્રધાન પર દબાણ કરવામાં આવે,