નવી દિલ્હીઃ કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની નેતા હરદીપસિંગ નિઝ્ઝરની હત્યામાં કથિત રીતે ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને વિવાદ વકર્યો છે અને ભારતે પણ કેનેડાને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો. હવે ભારત સામે કરેલા આક્ષેપ મામલે કેનેડાના વિપક્ષના નેતાઓએ પણ હવે ટ્રૂડો સામે મોરચો ખોલ્યો છે. તેમજ કહ્યું હતું કે, પીએમ ટ્રૂડોએ તમામ સત્ય સામે આવવા જોઈએ, જેથી નિર્ણય લઈ શકાય.
વિપક્ષના નેતા પોઈલીવરે કહ્યું હતું કે, મને લાગે છે કે વડાપ્રધાને તમામ તથ્યો સામે ખુલાસો કરવાની જરુર છે. આપણે તમામ સંભવ પુરાવાને જાણવાની જરુર છે, જેથી કેનેડા તેને લઈને નિર્ણય લઈ શકાય. વડાપ્રધાને હજુ સુધી કોઈ તથ્ય રજુ કર્યાં નથી. તેમણે માત્ર એક નિવેદન આપ્યું છે. આ અંગે પીએમ દ્વારા મને કોઈ જાણ કરવામાં આવી નથી. જો પીએમ તરફથી તથ્ય જણાવવામાં નહીં આવે તો આરોપ અવિશ્વસનીય માનવામાં આવશે. જેથી કોઈ પણ નિર્ણય કરવા માટે અમારી પાસે યોગ્ય પુરાવા જોઈએ. આ ઉપરાંત વિપક્ષના નેતાએ ચીન મામલે પીએમ ટ્રૂડોને આડેહાથ લેતા કહ્યું કે, બીજીંગમાં બે કેનેડિયન નાગરિકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. આ મામલે પીએમ મોદીએ કંઈ કરવાનું તો ઠીક પરંતુ બોલવાનું ટાળ્યું હતું.
કેનેડા સરકારે આક્ષેપ કર્યો હતો કે, હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં ભારતીય રાજનયિક રસ્તક્ષેપ કરી રહ્યાં છે. તેમજ પીએમ ટ્રૂડોએ આક્ષેપ કર્યો હતો કે, નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારની સંડોવણી હોવાની શક્યતા છે. આ ઉપરાંત કેનેડાએ ભારતના એક ટોચના રાજદ્વારીની હકાલપટ્ટી કરી છે.