1. Home
  2. ગુજરાતી
  3. પોરબંદરના દરિયામાં કેમિકલયુક્ત કચરો ઠાલવવાના 700 કરોડના પ્રોજેક્ટનો વિરોધ
પોરબંદરના દરિયામાં કેમિકલયુક્ત કચરો ઠાલવવાના 700 કરોડના પ્રોજેક્ટનો વિરોધ

પોરબંદરના દરિયામાં કેમિકલયુક્ત કચરો ઠાલવવાના 700 કરોડના પ્રોજેક્ટનો વિરોધ

0
Social Share

પોરબંદર : ગુજરાતના 1600 કિમીના દરિયા કાંઠે પણ પ્રદુષણ વધતું જાય છે. પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગનો કેમિકલયુક્ત કચરો ઠાલવવાના 700 કરોડના પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે માત્ર પોરબંદરના દરિયામાં જ નહીં, સમગ્ર ગુજરાતના દરિયામાં સમગ્ર રાજ્યનો ઔદ્યોગિક કચરો ઠાલવવાના 5500 કરોડનો પ્રોજેક્ટ સરકારે હાથ ધર્યો હોવાના આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે વેરાવળથી વાપી સુધીના ઔદ્યોગિક કેમિકલયુક્ત પ્રદુષિત ઝેરી જળને 5500 કરોડના ખર્ચે પાઈપલાઈન મારફત દરિયામાં પધરાવવાની યોજના હાથ ધરી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કૌંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કર્યો છે. તેમણે આ યોજનાને દરિયાઈ જીવસૃષ્ટિને નષ્ટ કરનારી, દરિયાકાંઠે વસતા અસંખ્ય લોકો, ખેડૂતો, માછીમારો અને પશુધનને હાની પહોંચાડનારી અને દરિયાકિનારાની જમીનનો નાશ કરતી ગણાવી તેના બદલે ઔદ્યોગિક કેમિકલયુક્ત ઝેરી જળને શુધ્ધ કરી તેનો પૂન: ઉપયોગ કરવાની યોજના બનાવવા માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પોતાની ફાઈલ નોંધ અનુસાર વેરાવળથી વાપી સુધીના કેમીકલ અને પ્રોસેસીંગ આધારિત ઉદ્યોગોને કારણે ભુગર્ભ જળ અને નદી-નાળાના જળ ભારે પ્રદૂષિત થયા છે તેને કારણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભારતના 43 ઝોનને ક્રિટીકલી પોલ્યુટેડ જાહેર કરેલ છે તે પૈકી 7 ઝોન તો ગુજરાતના છે.

આ ઝોનમાં આવેલા કેમીકલ યુનિટોનું જળ પ્રદૂષણ રોકવું શક્ય નથી એટલે ઉદ્યોગોના લાભાર્થે પ્રદૂષિત કેમીકલયુક્ત પાણી એકઠું કરીને બલ્ક પાઈપ લાઈન મારફત દરિયામાં ઠાલવવાની યોજના બનાવી છે.

યોજના મુજબ જેતપુરના ઔદ્યોગિક કલસ્ટરના પ્રદૂષિત જળ સંગ્રહીત કરીને રૂા. 700 કરોડનાં ખર્ચે દરિયાની અંદર ડી-સીમાં 12 થી 15 કિ.મી. ઉંડાણમાં ઠાલવવાની યોજના છે. આ પૈકી પ્રથમ તબક્કામાં રાજકોટ જિલ્લાના જેતપુરના ઉદ્યોગોનું પાણી ડીપ સીમાં ડિસ્ચાર્જ કરાશે. આ પ્રદૂષિત જળ ટ્રીટ કર્યા પછી દરિયામાં ફેંકવા માટે જેતપુરથી પોરબંદરના દરિયા સુધી 105 કિલોમીટર પાઈપલાઈન બીછાવવા માટેના ટેન્ડરો બહાર પડાયા છે. ત્યારપછી તૂર્ત જ જેતપુર, માણાવદર, ઘેડ વિસ્તારમાં થઇને પોરબંદરના નવી બંદરના દરિયામાં ઠાલવવાના ટેન્ડરો નિકળશે. આ રીતે દરિયામાં દરરોજ 80 કરોડ લીટર પ્રદૂષિત પાણી ઠાલવવાનું છે પરંતુ વોટર એક્ટ-1974 મુજબ ટ્રીટેડ પ્રદૂષિત પાણીનો ખેતી અને અન્ય વપરાશમાં લેવું જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code