નવી દિલ્હીઃ સંસદમાં કોંગ્રેસે મોદી સરકારે સામે રજુ કરેલા અવિશ્વાસના પ્રસ્તાવમાં આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ અમારી સરકાર તરફ જે વિશ્વાસ દર્શાવો છે. તે માટે દેશની જનતાનો આભાર વ્યક્ત કરવા માટે અહીં ઉપસ્થિત રહ્યો છું. ભગવાન બહુ દયાળુ છે અને ભગવાનની મરજી હોય છે કે, કોઈ પણ માધ્યમથી પોતાની ઈચ્છાની પુરતી કરે છે. હું ભગવાનનો આર્શિવાદ માનુ છું, ઈશ્વરના આદેશથી વિપક્ષે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યાં, 2018માં પણ લાવ્યાં હતા ત્યારે મે કહ્યું હતું કે, આ અમારી સરકારનો નહીં પણ તેમનો ફ્લોર ટેસ્ટ છે. જે બાદ મતદાન થયું તેમાં વિપક્ષ પાસે જેટલા વોટ હતા તે પણ જાળવી શક્યા ન હતા. એટલું જ નહીં અમે પ્રજા પાસે ગયા ત્યારે જનતાએ તેમને જાકારો આપ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને ભાજપને વધારે બેઠકો મળી હતી. એક રીતે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે. તેમણે નક્કી કરી લીધું છે વર્ષ 2024માં એનડીએ અને ભાજપ નવા રેકોટ સાથે પાછી આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી ગણી બધી ચર્ચા થઈ છે. લોકસભા અને રાજ્યસભામાં ઘણા વિધેયક પસાર થયાં છે. આ વિધેયક ઉપર ચર્ચા લેવા બદલે રાજકારણ કર્યું છે. દેશના યુવાનો, માછીમારો સહિતા મુદ્દા ઉપર વિધેયક હતા અને તેમાં ભાગ લેવાને બદલે રાજકરણમાં રસ છે. દેશના યુવાનોના ભવિષ્યની ચિંતા નહીં પરંતુ તેમને પોતાના રાજકીય ભવિષ્યની ચિંતા છે. તમામ એક થયાં કેમ, પોતાના કટ્ટર ભ્રષ્ટ સાથી સાથે, વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવમાં નો-બોલ નો-બોલ નાખે છે અહીંથી ચોગ્ગા-છક્કા વાગ્યાં છે. હું વિપક્ષને કહું છું કે તૈયારીઓ સાથે આવજો, પાંચ વર્ષ હતા તૈયારી કરીને આવવું જોઈએ, વર્ષ 2018માં તેમણે તૈયારી કરીને વર્ષ 2023માં આવવાનું કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દરેક વખતે વિપક્ષે દેશને નિરાશા જ આપી છે. જેમના ખુદના વહીખાતા બગડેલા છે, તેઓ પણ અમારી પાસેથી હિસાબ માંગે છે. આ વિશ્વાસ પ્રસ્તાવમાં કેટલીક વસ્તુઓ વિચિત્ર જોવા મળી. સૌથી મોટા વિપક્ષી દળના નેતાનું બોલવાની યાદીમાં નામ જ ન હતું. 1999માં અટલજી સામે અવિશ્વાસ પ્રસ્વાત આવ્યો હતો, શરદ પવારજી તેનું નૈતૃત્વ કરતા હતા. 2003માં અટલજી સામે સોનિયા ગાંધીજીની આગેવાનીમાં અવિશ્વાસ પ્રસ્વાત હતો. પરંતુ આ વખતે અધિરંજનજીની શું પરિસ્થિતિ થઈ, તેમને બોલવાનો સમય પણ ના આપ્યો, જો કે, અમિતભાઈએ તેમને બોલવા વિનંતી કરી હતી. વિપક્ષની મજબુરી શું છે કે, અધિરંજનજીને સાઈડમાં કરી લીધા, શું ખબર પશ્ચિમ બંગાળથી ફોન આવ્યો હોય, કોંગ્રેસ અવાર-નવાર તેમનું અપમાન કરે છે. ચુંટણીમાં અનેકવાર તેમને દૂર કરી દે છે. અમે અધિરંજનજી પ્રત્યે અમારી પુરી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, કોઈ પણ દેશના જીવનમાં ઈતિહાસમાં એક સમય એવો આવે છે જ્યારે તે જુની બેડીઓ તોડીને નવા સંકલ્પ સાથે આગળ વધવા પગલુ ઉઠાવે છે. 21મી સદીના આ સમયગાળમાં ભારત માટે દરેક સ્વપ્નપૂર્ણ કરવાનો અવસર છે. આપણે એવા આ સમયગાળાની અસર આગામી એક હજાર વર્ષ સુધી જોવા મળશે. આ સમયગાળામાં આપણા બધાની મહત્વની જવાબદારી છે, દેશના સ્વપ્નપૂર્ણ કરવાના માટે કામગીરી કરવાની છે. દેશની યુવા પેઢીની દુનિયાએ નોંધ લીધી છે. યુવા પેઢી સ્વપ્નને પૂર્ણ કરવાનું સામર્થ રાખે છે. 2014માં 30 વર્ષ બાદ દેશની જનતાએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી અને 2019માં ટ્રેક રેકોર્ડને જોઈને ફરી એકવાર અમને સેવા કરવાનો ચાન્સ આપ્યો હતો.
સદનમાં બેઠેલા તમામની જવાબદારી છે કે ભારતના યુવાનોના સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર આપીએ, સરકારમાં બેઠા બેઠા આ પ્રયાસો કર્યાં છે. અમે પ્રજાને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે. યુવાનોને ખુલ્લા આકાશમાં ઉડવાનો અવસર આપ્યો છે અમે દુનિયામાં ભારતમાં બગડેલી સુધરેલી શાખ સુધારી છે અને ઉંચાઈએ લઈ ગયા છે. દુનિયાના ભવિષ્યમાં ભારત મહત્વની જવાબદારી નીભાવી શકે છે જેથી દુનિયા પણ ભારત ઉપર વિશ્વાસ રાખી રહ્યું છે. વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાના વિશ્વાસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. આજે રેકોડમાં વિદેશી રોકાણ આવી રહ્યું છે નિકાસમાં વધારો થયો છે. આજે ગરીબમાં દીલમાં પોતાના સ્વપ્ન પૂર્ણ કરવાની આશા જન્મી છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પાંચ વર્ષમાં 13.50 કરોડ લોકો ગરિબીમાંથી બહાર આવ્યાં છે. આઈએમએફએ એક રિપોર્ટમાં લખ્યું છે કે, અતિગરીબીને ભારતે લગભગ ખતમ કરી નાખ્યું છે. ડબલ્યુએચઓએ કહ્યું છે કે, જળજીવન મિશનથી ભારતમાં ચાર લાખ લોકોના જીવન બચ્યાં છે. આ ગરીબ પરિવારના આપણા સ્વજન છે.
- કોંગ્રેસ વર્ષ 2028માં ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે
ડબલ્યુએચઓએ કહ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનથી 3 લાખ લોકોને મરતા બચાવી શકાયાં છે. આ 3 લોકો ઝુપડપટ્ટીમાં રહેનાર લોકો છે. યુનિસેફે કહ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનને કારણે ગરીબોના રૂ. 50 હજાર દર વર્ષે બચી રહ્યાં છે પરંતુ ભારતની આ સફળતાથી કોંગ્રેસ સહિતના વિપક્ષને દેખાતી નથી. અવિશ્વાસ અને ઘમંડ તેમની નશોમાં વહી રહ્યું છે, તેમને જનતાનો વિશ્વાસ જોવા મળતો નથી. 3 દિવસથી વિપક્ષના સાથીઓએ જેટલા અપશબ્દો મળ્યા તેનો ઉપયોગ કર્યો છે. આ લોકો મને દિવસ-રાત અપશબ્દો બોલી છે. તેમના માટે એક જ નારો છે કે, મોદી તેરી કબર ખુદે ગીં… આ તેમનો પસંદનો નારો છે. આ મારા માટે તેમના અપશબ્દો એક ટોનીકનું કામ કરે છે. વિપક્ષના લોકોને એક સિક્રેટ વરદાન મળ્યું છે. વરદાન એ છે કે, જે લોકો જેનું પણ ખરાબ ઈચ્છતા હોય તેનુ ભલું થશે. એક ઉદાહરણ તમારી સામે જ છે. આ લોકોએ બેકિંગ સેકટરને લઈને કહ્યું કે, બેકિંગ સેક્ટર ડુબી જશે અને દેશ બરબાદ થઈ જશે. પરંતુ આપણી પબ્લીક સેકટર બેંકીંગનો નફો ડબલ થયો છે. રક્ષા માટે હેલિકોપ્ટર બનાવતી કંપની એચએએલ લઈને નિવેદન કર્યા હતા. એચએએલ ખતમ થઈ ગયું છે વગેરે… વગેરે કહ્યું હતું. આજે એચએએલ સફળતાની ઉંચાઈઓ હાંસલ કરી છે. સૌથી વધારે રેવન્યુ આજે એચએએલએ હાંસલ કરી છે. આજે દેશની આન-બાન અને શાન બન્યું છે એચએએલ. તેમજ એલઆઈસીને લઈને કહ્યું હતું, એલઆઈસી ડુબી ગઈ, ગરીબોના પૈસા ક્યાં જશે. આજે એલઆઈસી આગળ વધી છે. આ લોકો દેશની જે સંસ્થાના મૃત્યુની જાહેરાત કરે છે તે સંસ્થાઓનું ભાગ્ય ચમકી ઉઠી છે. આ લોકો દેશ અને લોકતંત્રને ગમે તેમ બોલે છે. એટલે લાગે છે દેશ વધારે મજબુત બનશે.
આ લોકોને દેશના સમર્થ, પરાક્રમ, પરિશ્રમ ઉપર વિશ્વાસ નથી. અમારી સરકારના ત્રીજા ટર્મમાં ભારત દુનિયાની 3જી ટોપ અર્થવ્યવસ્થા બનશે. જવાબદાર વિપક્ષ સરકારને વિવિધ સવાલો કરતુ, તેમજ જરુરી સુચનો આપી શકતા, પરંતુ કોંગ્રેસના લોકો પાસેથી અનુભવ વિનાની વાતો જાણવા મળે છે. કંઈ કર્યા વિના ત્રીજા નંબર ઉપર પહોંચી જઈશું, જો તેમનું માનીએ તો કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી અને વિઝન પણ નથી. જેથી કોંગ્રેસના શાસનમાં ભારતમાં ગરીબીમાં ધકેલાયું હતું. જો કે, વર્ષ 2014માં ભારતે ટોપ-5માં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ કોઈ જાદુથી નથી થયું. નિશ્ચિત આયોજન અને કઠોર પરિશ્રમને કારણે આજે દેશ આ સ્થિતિ ઉપર પહોંચ્યો છે. આ આગળ વધતું રહેશે અને આગામી દિવસોમાં નવા આયોજન કરવામાં આવશે અને આપણે આગામી 3જા નંબર ઉપર પહોંચીશું. દેશનો વિશ્વાસ છે કે, 2028માં તમે ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવજો ત્યારે પ્રથમ 3માં હશે, તેવો દેશને વિશ્વાસ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વિપક્ષના મિત્રોમાં અવિશ્વાસ ભરેલું છે. સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું તેમણે અવિશ્વાસ વ્યક્ત કર્યો, અમે મા-દીકરીઓને ખુલ્લામાંથી શૌચમાંથી મુક્ત કરવા માટે શૌચાલય અભિયાન શરુ કર્યું ત્યારે અવિશ્વાસ વ્યક્ત કર્યો, અમે યોગ-આયુર્વેદની વાત કરી તો તેની પણ મજાક ઉડાવી, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડીજીટલ ઈન્ડિયા વેગેરની મજાક ઉડાવી હતી. આજે ડિજીટલ ઈન્ડિયામાં ભારત આગળ છે. મેક ઈન ઈન્ડિયાનો તેમણે મજાક ઉડાવ્યો હતો. કોંગ્રેસ અને તેમના સમર્થકોનો ઈતિહાસ રહ્યો છે કે, ભારત અને ભારતના સામર્થ ઉપર ક્યારેય વિશ્વાસ નથી રહ્યો. પાકિસ્તાન સીમા ઉપર હુમલા કરતા હતા, આતંકવાદીઓ મોકલતા હતા ત્યારે પાકિસ્તાન હાથ અધ્ધર કરી લેતા હતા. આ લોકો પાકિસ્તાનને પ્રેમ કરે છે અને તેમના ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા હતા. કાશ્મીર આતંકવાદની આગમાં સળગતું હતું. પરંતુ કોંગ્રેસને કાશ્મીરના સામાન્ય નાગરિકો ઉપર વિશ્વાસ વ્યક્ત કરવાને બદલે હુરિયત ઉપર વિશ્વાસ કરતા હતા. ભારતે આતંકવાદ ઉપર સ્ટાઈક કરી છે. આજે દુનિયામાં ભારત સામે અપશબ્દ બોલો તો તેમને તેની ઉપર વિશ્વાસ થઈ જાય છે.
- ભારતમાં બનેલી રસીનો વિરોધ કર્યો
કોરોનામાં ભારતના વૈજ્ઞાનિકોએ રસી બનાવી હતી, તેમને ભારતની રસી ઉપર વિશ્વાસ ન હતો પરંતુ વિદેશી રસી ઉપર વિશ્વાસ હતો. દેશના નાગરિકોએ ભારતીય રસી ઉપર વિશ્વાસ રાખ્યો હતો. ભારતના લોકોમાં કોંગ્રેસ માટે ભારે અવિશ્વાસ છે. કોંગ્રેસ પોતાના ઘમંડથી એટલી ભરાઈ ગઈ છે તેને જમીન પણ દેખાતી નથી. દેશના અનેક હિસ્સામાં કોંગ્રેસને જીતવા માટે દાયકાઓ લાગ્યાં છે. તમિલનાડુમાં 61 વર્ષમાં કોંગ્રેસ જીતી નથી. પશ્ચિમ બંગાળમાં છેલ્લાવાર 1972માં કોંગ્રેસમાં જીત મળી હતી. ઉત્તરપ્રદેશ-બિહાર અને ગુજરાતમાં 1995માં છેલ્લીવાર કોંગ્રેસ જીતી હતી. ત્યાંની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્રિપુરામાં 1998માં કોંગ્રેસની જીત મલી હતી. ઓડિસામાં અંતિમવાર 1995માં છેલ્લીવાર જીત્યું હતું. 28 વર્ષથી ઓડિસની જનતા એક જ જવાબ આપી રહી છે કે, કોંગ્રેસ નો કોન્ફિડન્સ. નાગાલેન્ડમાં આખરી જીત કોંગ્રેસ 1998માં જીત્યું હતું. અહીં 25 વર્ષથી પ્રજા કોંગ્રેસ નો કોન્ફિડન્સ કહી રહી છે.
- INDIAના પણ ટુકડા કરી નાખ્યાં, I-N-D-I-A કરી નાખ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમે વધુ સંગઠન લઈને પ્રજાની વચ્ચે જશે, હું વિપક્ષના સાથીઓને કહેવા માંગુ છું કે, તમે જેમની પાછળ જઈ રહ્યાં છે, તેમજ સંસ્કારની ખબર નથી, તેઓ લાલ અને લીલા મરચાનું અંતર નથી જાણતા, હું આપમાંથી અનેક લોકોને જાણું છું. જેમણે માત્ર નામનો સહારો છે તેમના માટે કહેવાયું છે, દૂર યુદ્ધશે ભાગતે, નામ રખા રણધીર, ભાગ્યચંદની આજ તક કોઈ હૈ તકદીર… આ લોકોની મુશ્કેલી એવી છે કે, પોતાને જીવીત રાખવા માટે એનડીએનો સહારો લેવો પડ્યો છે. પરંતુ આદત પ્રમાણે એનડીઆઈમાં ઘમંડના બે આઈ લગાવી દીધા. પ્રથમ 26 પરિવારનો ધમડ અને બીજો આઈ-એક પરિવારનો ઘમંડ, એનડીએ પણ લઈ ગયા, એટલું જ નહીં INDIAના પણ ટુકડા કરી નાખ્યાં, I-N-D-I-A કરી નાખ્યું. કોંગ્રેસના સાથીઓ તમિલનાડુના એક મંત્રીએ બે દિવસ પહેલા જ કહ્યું કે, ઈન્ડિયા માટે કોઈ મહત્વ નથી રાખતું, તમિલનાડુ ભારતમાં છે જ નહીં. તમિલનાડુ એ પ્રદેશ જે જ્યાં હંમેશા દેશભક્તિની ધારા નીકળી છે. જે રાજ્યએ અબ્દુલ કમાલ, એનડીઆર સહિતના મહાનુભાવ આવ્યાં છે. તમારા સંગઠનમાં અંદર-અંદર દેશના અસ્તિત્વ સામે સવાલો કરે તો ફરીથી વિચારવું જોઈએ. નામને લઈને તેમનો મોહ આજનો નહીં પરંતુ દસકો જુનો છે. નામ બદલીને રાજ કરી લઈશું તેવુ માને છે. હોસ્પિટલોમાં નામ તેમના પણ છે પરંતુ દવા નથી. શૈક્ષણિક સંસ્થા વેગેરે સ્થળ, યોજનાઓમાં તેમના નામ છે અને પછી આ યોજનાઓમાં હજારો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે. અંતિમ વ્યક્તિને માત્ર પરિવારનું નામ જ મળ્યું છે. કોંગ્રેસ સાથે જોડાયેલી કોઈ વસ્તુ પોતાની નથી. ચુંટણી ચિન્હથી લઈને વિચાર સુધી તમામ બીજા કોઈ પાસેથી લીધેલું છે. પોતાની ખામીઓને ઢાંકવા માટે ચૂંટણી ચિન્હ ચોરી લીધું. જે ફેરફાર થયાં છે જેમાં ઘમંડ જોવા મળે છે. પાર્ટીના સંસ્થાપક એક વિદેશી છે. 1920માં ભારતના સ્વતંત્ર સંગ્રમમાં અવી ઉર્જા અને ધ્વજ મળ્યો હતો પરંતુ રાતોરાત ધ્વજની તાકાત જોઈને લઈ લીધો. આમ 1920થી આ ખેલ ચાલે છે. મતદારોને આકર્ષવા માટે ગાંધી નામ પણ ચોરી લીધું. આ ઈન્ડિયા ગઠબંધન નથી આ ઘમંડીયા ગઠબંધન છે, અને તેની જાનમાં તમામ વરરાજા બનવા માંગે છે. તમામને વડાપ્રધાન બનવું છે. આ ગઠબંધને એવુ નથી વિચાર્યું કે, કોણ કોની પાસે પહોંચ્યું છે. ગત વર્ષે કેરળના વાયનાડમાં કોંગ્રેસના કાર્યાલયમાં જે લોકોએ તોડફોડ કરી તેમની સાથે તેમણે દોસ્તી કરી લીધી છે. પરંતુ જુના પાપનું શું થશે. આ પાપ તેમને ડુબાડશે. જનતાતી આ પાપ કેવી રીતે છુપાવશો. હાલ પરિસ્થિતિ એવી છે કે, હાથમાં હાથ છે, પરંતુ પરિસ્થિતિ બદલાતા ફરીથી છરીઓ નીકળશે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આંબેડકરજી, મૌલાના આઝાદ, જયપ્રકાશજી, ડો.લોહિયાજી સહિતના લોકોએ પરિવારવાદનો વિરોધ કર્યો છે પરંતુ પરિવારવાદનું નુકશાન દેશને પ્રજાએ ઉઠાવવો પડશે. પરંતુ કોંગ્રેસે પરિવારવાદ છોડ્યું નહીં. કોંગ્રેસને પરિવારવાદ પસંદ છે, દરબારવાદ પસંદ છે, આ દરબાદ સિસ્ટમે અનેક વિકેટ લીધી છે અનેકનો હક્ક માર્યો છે. આંબેડકરજીને બે વાર કોંગ્રેસે હરાવ્યાં હતા. કોંગ્રેસના લોકો આંબેડકરજીના કપડાની મજાક કરતા હતા. મુરારજી દેસાઈજી, ચંદ્રશેખર સહિતના મહાન લોકોના નામ આમા જોડાયેલા છે. દરવારવાદ સાથે જોડાયેલા ન હતા તેમના ચિત્રો લગાવવાનું પસંદ ન હતું. લોહિયાનું ચિત્ર 1991માં બિનકોંગ્રેસની સરકારમાં લાગ્યું હતું. પીએમ મ્યુઝીયમ કોઈ પાર્ટીને બદલીને તમામ પીએમને સમર્પિત છે. તેમને પરિવાર બહારની વ્યક્તિ પીએમ બને તે પસંદ નથી.
- કોંગ્રેસ દેશને વિકસિત કરવાનું વિચારી શકતી નથી
હું કોંગ્રેસની સમસ્યા સમજું છું વર્ષોથી ફેઈલ પ્રોડ્ક્ટ…તેમનું લોન્ચિંગ ફેઈલ થાય એટલે નફરત, પરંતુ પ્રેમનો પ્રચાર કરે છે. એટલે જ દેશની જનતા કહે છે કે, આ લૂંટની દુકાન, જુઠનું બજાર, નફરત, ગોટોળો-તુષ્ટીકરણ છે. જે લોકો જમીન ઉપર ઉતર્યા નથી, જેમણે કારનો કાચ નીચો કરીને બીજાની ગરીબી જોઈએ, ત્યારે હેરાન કરનાર લાગે છે. તેઓ ગરીબીની વાત કરે છે ત્યારે ભૂલી જાય છે 50 વર્ષ સુધી પોતાના પરિવારે જ શાસન કર્યું છે. તેમને ખબર છે કે એમના ગઠબંધનની નવી દુકાન ઉપર તાળા લાગી જશે. આ ગઠબંધનની આર્થિક નીતિથી લોકોને સાવધન કરવા માંગુ છું. એવી અર્થવ્યવસ્થા ઈચ્છે જે કે લોકો અસમર્થ બને. ચૂંટણી જીતવા માટે અનેક વાયદા કરે છે અને પ્રજા ઉપર નવા-નવા બોજ નાખી રહ્યાં છે અને વિકાસના પ્રોજેક્ટ બંધ કરી રહ્યાં છે. આ સંગઠનની આર્થિકનીતિ જોઈ શકું છું. આ લોકો ભારતને કંગાળ બનાવવાની ગેરન્ટી છે. અર્થવ્યવસ્થાને ડુબાડવાની ગેરન્ટી છે. અસ્થિરતાની, ભ્રષ્ટાચાર, તૃષ્ટીકરણ, પરિવારવાદ, ભારે બેરોજગારી, આતંકવાદ-હિંસાની ગેરન્ટી છે. પરંતુ મોદી વિશ્વાસ આપે છે કે, મારા ત્રીજા ટર્મમાં દેશને ટોપ 3માં લાવીશ. આ લોકો ક્યારે દેશને વિકસિત કરવાનું વિચારી શકતા નથી અને તે દિશામાં કશું કરી શકે તેમ નથી.
આ દેશ તેમની પાસેથી વધારે આશા રાખી નથી શકતા. તેમણે મણિપુર મામલે ચર્ચા કરવાની ઈચ્છા નથી. આજે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર તેઓ તમામ ઉપર બોલ્યાં છે. અમે કહ્યું હતું કે, મણિપુર અંગે ચર્ચા કરવા આવો, પરંતુ તેમની ઈચ્છા ન હતી. મણિપુરની સ્થિતિ ઉપર અમિત શાહે વિસ્તારથી સમજાવ્યો હતો. દેશ અને સરકારની ચિંતા દર્શાવી હતી. જેમાં જનસામાન્યને શિક્ષિતનો પ્રયાસ હતો. પરંતુ માત્ર રાજનીતિ સિવાય તેમને કંઈ કરવું નથી. મણિપુરમાં અદાલતનો એક આદેશ આવ્યો છે. પક્ષ-વિપક્ષમાં જે પરિસ્થિતિઓ બની, હિંસાના સમયમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ઘુમાવ્યાં છે. મહિલાઓ સાથે અયોગ્ય વર્તન થયું છે. આરોપીઓને આકરી સજા કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. જે રીતે પ્રયાસો ચાલી રહ્યાં છે જેથી નજીકના ભવિષ્યમાં શાંતિનો સુરજ ઉગશે, હું મણિપુરના લોકોને આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે, દેશ તમારી સાથે છે. આ સદન તમારી સાથે છે. અમે તમામ સાથે મળીને આ પડકારનો માર્ગ નિકાળીશું. ત્યાં ફરીથી શાંતિની સ્થાપના થશે. મણિપુર ફરીથી વિકાસના માર્ગ ઉપર ઝડપથી દોડતું થશે, તેમાં કોઈ કચાસ રહેશે નહીં. સદનમાં મા ભારતી અંગે જે કહેવાયું છે, તેથી લોકોની લાગણી દુભાઈ છે. સત્તા સુખ વિના લોકો જીવી નથી શકતા, કંઈ ભાષા બોલી રહ્યાં છે. આ લોકો એ છે કે ત્યારે તેઓ લોકતંત્ર અને સંવિધાનની હત્યાની વાત કરે છે પરંતુ તેમના મનમાં છે તે સામે આવી જાય છે. આ બોલનાર કોણ છે. 14મી ઓગસ્ટના રોજ વિભાજનનો દિવસ અનેક દુખ લઈને આવે છે. આ લોકોએ મા ભારતીના 3 ટુકડા કરી નાખ્યાં છે. મા ભારતીની બેડીઓ તોડવાને બદલે મા ભારતીની ભુજાઓ કાપી નાખી. આ એ લોકો છે કે, જેમણે તૃષ્ટીકરણ માટે વંદેમાતરમ ગીતના ટુકડા કરી નાખ્યાં હતા. ભારત તેરે ટુકડે હોંગે ગેંગને પ્રોત્સાહન આપવા માટે આ લોકો પહોંચી જાય છે. ભારતને તોડવાની વાત કરે છે તેમને સમર્થન આપે છે. કોંગ્રેસનો ઈતિહાસ મા ભારતીને છીનભીન્ન કરવાનો રહ્યો છે. કોંગ્રેસનો ભારત અને પ્રજા માટે શું પ્રેમ રહ્યો છે ? 5માર્ચ 1966ના રોજ કોંગ્રેસે મિજોરમમાં અસહાય નાગરિકો ઉપર વાયુસેના મારફતે હુમલો કરાવ્યો હતો. નિર્દોશ નાગરિકો ઉપર હુમલો કરાવ્યો હતો. 5મી માર્ચના રોજ આજે સમગ્ર મિજોરમ શોક મનાવે છે. પરંતુ કોંગ્રેસે આ સત્યને દેશથી છુપાવ્યું હતું. તે વખતે ઈન્દિરા ગાંધીજી હતા. નોર્થઈસ્ટમાં ત્યાંની પ્રજાનો વિશ્વાસની હત્યા કરી છે. બીજી ઘટના 1962ની ઘટના છે. પંડિત નહેરુએ ચાઈનાએ હુમલો કર્યો હતો ત્યારે રેડિયો અસમની પ્રજાને તેમના ભાગ્ય જીવવા માટે છોડી દીધા છે. લોહિયાજીએ નોર્થઈસ્ટને લઈને પંડિત ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો.
- આમારા માટે નોર્થઈસ્ટ જીગરનો ટુકડો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નોર્થઈસ્ટમાં એકાદ-બે બેઠકો હોવાથી કોંગ્રેસનું અહીં સોલેતુ વહેવાર રહ્યું છે, પરંતુ મારા નવ વર્ષના પ્રયાસોથી કહું છું કે, આમારા માટે નોર્થઈસ્ટ જીગરનો ટુકડો છે. આજે મણિપુરની હિંસા અંગે જેવી રીતે વાત કરાય છે આજ કાલથી આ સમસ્યા ઉભી થઈ છે. નોર્થઈસ્ટની કોઈ સમસ્યા છે તો તેની જનની કોંગ્રેસ છે. ભારતીય સંસ્કૃતિથી ભરપુર મણિપુર, આઝાદ હિંદ ફોજ સહિત અનેક બલિદાન આપનાર મણિપુર અલગાવની આગમાં ધકેલાયું છે. જ્યારે મણિપુરમાં દરેક વ્યવસ્થા ઉગ્રવાદીઓની મરજીથી ચાલતી હતી. ત્યારે કોંગ્રેસની સરકાર હતી. મણિપુરમાં સ્કૂલમાં રાષ્ટ્રગાન નહીં થવા દઈએ તેવો નિર્ણય લેવાયો ત્યારે કોંગ્રેસની સરકાર છે. ઈમ્ફાલમાં મંદિર ઉપર હુમલો કરીને અનેક લોકોનો જીવ લેવાયો હતો ત્યારે સરકાર કોંગ્રેસની હતી. આઈપીએસ-આઈએસઆઈ અધિકારીઓને પણ ત્યાં અડધો પગાર ઉગ્રવાદીઓને આપી દેવો પડતો હતો, તે સમયે કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસને રાજકારણ સિવાય કંઈ કરવું નથી. મણિપુરમાં સમસ્યા દુર કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. શાંતિની સ્થાપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અમારા માટે નોર્થઈસ્ટ આજે આપણને દુર લાગે છે પરંતુ જે રીતે સાઉથ એશિયાનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે નોર્થઈસ્ટ વૈશ્વિસ દ્રષ્ટીએ સેન્ટર પોઈન્ટ બનશે. જેથી અમારી સરકારે નોર્થઈસ્ટના વિકાસને પ્રાથમિકતા આપી છે. નવ વર્ષમાં લાખો કરોડો રૂપિયા વિકાસ માટે લગાવ્યાં છે. આધુનિક રેલવે, એરપોર્ટ વગેરે આજે નોર્થઈસ્ટની ઓળખ બની છે. આજે પ્રથમવાર મણિપુરમાં વંદેભારત જેવી ટ્રેન દોડી છે. અમે સૌનો સાથ સૌના વિકાસની વાત કરીએ તો આ અમારી માટે કમિટમેન્ટ છે. અમે દેશ માટે નિકળેલા વ્યક્તિ છે. વિપક્ષની એકવાત માટે વખાણ કરીશે. સદનના નેતા તરીકે 2018માં તેમને એક કામ કહ્યું હતું કે 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવજો, મારી વાત માની અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યાં છે પરંતુ કોઈ તૈયારી કરી નથી. પરંતુ 2028માં ફરીથી આવજો, પરંતુ ત્યારે અમારી સરકાર સામે થોડી તૈયારીઓ સાથે આવો. રાજનીતિ પોતાની જગ્યાએ છે પરંતુ સંસદ એ દેશ માટે સમાનનીય સ્થળ છે. જેથી સાંસદોએ પણ આ અંગે ગંભીર રહેવું જોઈએ, પરંતુ આ ગંભીરતા વિપક્ષમાં જોવા મળતી નથી. અહીં આપણને દેશ ચલાવવાનું કામ આપ્યું છે, આ લોકોએ જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. દેશની જનતા ઉપર મને વિશ્વાસ છે. દેશ વર્ષ 2047માં વિકસીત ભારત બનશે તેનો મને વિશ્વાસ છે.