હોળી પર આ પ્રકારના લાઈટ વેઈટ કપડાની કરો પસંદગી, ગરમીમાં આરામ દાયક અને સ્ટાઈલીશ લૂક પણ આપશે
સાહિન મુલતાનીઃ-
- ઓછા વર્ક વાળા કપડા આપે છે રિચ લૂક
- હોળીમાં આ પ્રકારના કપડાની કરો પસંદી
આજકાલ યુવતીઓને પ્લેન કુર્તીઓ વધુ ગમે છે,જો કે આ પ્લેન કુર્તીઓમાં તેદ્દન ઓછી વર્ક હોય તો તે મહિલાઓ તથા યુવતીઓને સ્ટાઈલિશ અને રિચ લૂક આપે છે, આજકાલની કોલેજ કરતી કે ઓફીસ વર્ક કરતી યુવતીઓ ભપકેદાર કે વધુ વર્ક વાળા કપડાને પસંદ કરતી નથી, તેમની પસંદ હવે પાતળી લેસ વાળા કપડા, ઓછા વર્ક વાળા કપડા, લાઈટ એમ્રો઼ડરી વાળા કપડા ઉતરી છે..
જો તમે ઓફીસમાં કામ કરો છો તો તમારે સફેલ, કે લાઈટ કલરની કુર્તીઓ પહેરવી જોઈએ, એ પણ એવી કે જેમાં દોરી વર્ક, એબ્રોડરી વર્ક હોય અને વર્કનું પ્રમાણ ખૂબ ઓછું હોય. આ ઓછા વર્ક વાળઆ કપડા કમારી પર્સનાલિટી નક્કી કરે છે, ભપકા દેખવાથી દૂર રહેવા આવા કપડા અપનાવી શકો છો.
કોટનાના ટોપ કે શીલ્કના ટોપ પર એકદમ ઓછુ એમ્રોડરી વર્ક હોય તેવા ટોપ કેરી કરવાથી તમારો લૂક યૂનિક અને રિચ લાગશે,આ સાથે જ શોર્ટ કુર્તી પર દોરી વર્ક, ઉનનું વર્કે ઓછા પ્રમાણમાં કર્યું હોય તેવા કપડા તમે પહેરી શકો છો.
આ સાથે જ દરેક મહિલાઓ કે યુવતીઓ કોટનના ટોપ કે કુર્તીમાં ખાલી ફ્લાવર વર્ક વાળા હોય અથવા કપડાની સ્લિવ વર્ક વાળી હોય અથવા તો કપડાની કોર પર વર્ક હોય તેવા કપડા પહેરવા જોઈએ, જે તમને સાદગી અને સોબર લૂકની સાથે સાથે આરામદાયક અનુભવ થાય છે, પહેરવામાં આ પ્રકારના કપડા કમ્ફર્ટેબલ હોય છે.