Site icon Revoi.in

મધ્ય પૂર્વોત્તર અને દક્ષિણ વિભાગમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

Social Share

નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા દેશના મધ્ય પૂર્વોત્તર અને દક્ષિણ વિભાગમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પૂર્વીય અને પૂર્વોત્તર ભારતમાં અગામી સાત દિવસ સુધી ભારે વરસાદ રહેશે, સાથે જ તીરુવંતપુરમમાં પણ ભારે વરસાદની આગાહી છે. કેરળના અન્ય 9 જિલ્લાઓમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં પણ વરસાદના કારણે સ્થિતિ વણસી છે, બીજી તરફ દિલ્હી-NCRમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે 16 ઓગસ્ટ સુધી દિલ્હીમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધારે નવસારીમાં 4 ઈંચ, સુરતના ઉમરપાડા અને આણંદમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છમાં 87.40 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 53.85 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 79.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 86.22 ટકા સિઝનનો વરસાદ વરસ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

#IndiaWeatherAlert

#OrangeAlert

#HeavyRainfall

#IMDAlert

#DelhiRain

#GujaratRain

#KeralaWeather

#Monsoon2024

#RainUpdate

#FishermenAlert