Site icon Revoi.in

ઝારખંડ સરકારનો આદેશઃ કોરોનાના વધતા વ્યાપને અટકાવવા અન્ય રાજ્યથી આવતા લોકોની થશે કોરોનાની તપાસ

Social Share

 

રાંચીઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તો ઘીમી પડી ચૂકી છએ પરંતુ કેટલાક રાજ્યમાં હાલ પણ કોરોનાના કેસ વધી રહ્યા છએ, આ સાથે જ કોરોનાના વધતા દર્દીને જોતા ઝારખંડ સરકાર સતર્ક બની છે.કોરોનાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઝારખંડ રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની સ્ટેશન અને એરપોર્ટ પર વધુ સઘન તપાસ કરવામાં આવશે. અન્ય રાજ્યોમાંથી આવતી તમામ ટ્રેનોના મુસાફરોની કોરોનાની તપાસ કરવામાં આવશે. હાલમાં સ્ટેશન પર ડેપ્યુટેશન ટીમ માત્ર બેંગલુરુ, પુણે, કેરળ, દિલ્હી અને મુંબઈથી આવતી ટ્રેનોના મુસાફરોની તપાસ કરી રહી છે. પરંતુ તેને તમામ ટ્રેનોના મુસાફરોની તપાસ કરવાના આદેશો આપવામાં આવી ચૂક્યા છે. સ્ટેશનો પર તપાસ ટીમોની સંખ્યા પણ વધારવામાં આવશે.

તપાસ ટીમની સાથે કેટલાક અન્ય કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવશે. આ સ્ટાફ મુસાફરોનું સરનામું અને મોબાઇલ નંબર દાખલ કરશે અને સ્થળ પર જ મોબાઇલ નંબરની પણ ચકાસણી કરશે. જે મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને જાણ કરવામાં આવશે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે પેસેન્જરનો કોચ નંબર અને બર્થ નંબર પણ માંગવામાં આવશે. આ પછી તે કોચમાં બેઠેલા અને રાંચી આવતા લોકોને શોધી કાઢવામાં આવશે. આ માટે રેલવે પાસેથી મદદ લેવામાં આવશે.

રાંચી અને હાટિયા સ્ટેશનો પર મુસાફરોની કોરોના સ્ક્રિનિંગ હજુ પણ કરવામાં આવી રહી છે, પરંતુ તેમાં ઘણી કાળજી લેવામાં આવી રહી છે. તપાસ ટીમમાં ઓછા સભ્યો હોવાને કારણે તપાસમાં વિલંબ થાય છે અને મુસાફરો બેરીકેડીંગ તોડીને સ્ટેશનથી નીકળી જાય છે. સવાર અને મોડી રાત્રે આવતી ટ્રેનના મુસાફરોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવતી નથી. SDO ને સુચના આપવામાં આવી છે કે સ્ટેશનોમાં કોરોના ટેસ્ટ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં. તેમને આશ્ચર્યજનક નિરીક્ષણ અને સંપૂર્ણ મોનિટરિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.