રાજ્યમાં સોમવારથી ફરી ઘોરણ 1 થી 9 ના વર્ગો ઓફલાઈન શરુ કરવા શિક્ષણમંત્રીની જાહેરાત
- આવતી કાલે રાજ્યમાં ઓફલાઈન વર્ગો શરુ
- વિતેવી સાંજે શિક્ષણમંત્રીએ આપ્યા આદેશ
- ઘોરણ 1થી 9ના વર્ગો ખુલશે
અમદાવાધ- કોરોના મહામારીને લઈને રાજ્યભરમાં શાળાઓ તથા કોલેજો બંધ રાખવામાં આવી હતી જો કે હવે કોરોનાના કેસો હળવા થતા શિક્ષણમંત્રી જીતુવાધાણી એ જ્યમાં શાળાઓને લઇ મોટા સમાચાર જાહેર કર્યા છે.
આ મુજબ સોમવારથી શાળામાં ઓફલાઇન વર્ગો શરુ થશે એવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે, ત્યારે હવે લાંબા સમય પછી બાળકો શાળા એ જશે,હવે ફરીથી વિદ્યાર્થીઓના અવાજથી શાળાઓ ગુંજવા લાગશે.
CMશ્રી @Bhupendrapbjpજી સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) February 5, 2022
શિક્ષણમંત્રી એ કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર એટલે કે 7 ફએબ્રુઆરીથી કોરોનાના નિયમો અનુસાર શાળાો ખોલવામાં આવશે જેમાં ઘોરણ 1 થી 9ના વર્ગોનો સમાવેશ થાય છે.