ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું અને અંદરથી નીકળી મરેલી ‘ગરોળી’ – વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- ઓનલાઈન ફૂડમાંથી નીકળી ગરોળી
- સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આજકાલ ઓનલાઈન ફૂડની માંગ વઘી છે ,તેનું કારણ છે કે બહાર લેવા જવું પડતું નથી અને ઘર બેઠા જમવાનું મળી જાય છે જેથી સમયની પમ બચત થાય છે ,આ સિસ્ટમ ખાસ નોકરી કરતા વર્ગ અને એકલા રહેતા યુવાઓ માટે ખૂબ સારી સાબિત થી રહી છે, જો કે દિલ્હીના ગ્રેટર નોઈડામાં ઓનલાઈન ફૂડ મંગાવવામાં આવતા તેમામથી ગરોળી મળી આવ્યાની ઘટના સામે આવી છે.
આ ઘટના છે ગ્રેટર નોઈડા વેસ્ટની, જ્યા એક રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરાયેલ સબજીમાંથી ગરોળી નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીડિતાએ ટ્વિટર દ્વારા સંબંધિત કંપનીને આ મામલે ફરિયાદ કરી છે.
@zomato @zomatocare shocked now to find a dead lizard in the food we ordered from "Punjabi Rasoi" restaurant at Greater Noida West. Now we all are purposely throwing up. On top of covid this was so absurd experience. @zomato are you really parterning with anyone? pic.twitter.com/Zr1Xfy01Aa
— Kaustav Kumar Sinha (@kaustav2277) January 14, 2022
આ મામલે કોસ્તવ કુમાર સિંહાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા સબજીમાંથી ગરોળી નીકળવાનો આરોપ લગાવ્યો છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે આ ખોરાક ગ્રેનો વેસ્ટની એક રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવ્યો હતો.આ વીડિયોમાં સંબંધિત રેસ્ટોરન્ટમાંથી ફૂડ ન મંગાવવાની પણ અપીલ કરવામાં આવી છે. કંપનીએ ટ્વિટર પર આ મામલાની નોંધ લીધી છે.