Site icon Revoi.in

દીવમાં સમુદ્ર કિનારે એડવેન્ચર સાઈટનું નિયમિત ઈન્સ્પેક્શન કરવાના આદેશ અપાયા

Social Share

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર નજીક આવેલા કેન્દ્ર શાસિત દીવમાં અફાટ સમુદ્ર અને બીચને કારણે પ્રવાસીઓમાં માનીતું બન્યું છે. તાજેતરમાં એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. પ્રવાસીઓની સલામતી ખૂબ જરૂરી છે. ત્યારે આ કિસ્સામાં આવો બનાવ કેમ બન્યો અને એડવેન્ચર એક્ટિવિટીનું નિયમિત ઈન્સ્પેક્શન કરવાની સુચના આપવામાં આવી છે

સૂત્રોના જણાવ્યા મુજબ  દીવ દરિયા કાંઠે ચાલતી એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી એટલું જ નહીં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી જોકે આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ઘટના ભવિષ્યમાં બનશે નહીં તે માટે પ્રવાસન સ્થળો ઉપર ચાલતાં લાયસન્સ વિનાના ગેરકાયદેસર ચાલતી એડવેન્ચર એક્ટિવિટી ઉપર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત લાઇસન્સથી ચાલતી વિવિધ ગેમો અને રાઇડોનું નિયમિત ઇન્સ્પેક્શન થાય તે દિશામાં આદેશ કર્યા છે. રાજ્યના ટુરિઝમ જગ્યાઓ પર લાયસન્સ વિના થતી ગેરકાયદેસર એડવેન્ચર એક્ટીવીટી ઉપર રોક લગાવવા ટુરિઝમ વિભાગે આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા દિવ દરિયા કાંઠે પેરાસુટની દોરી તૂટવાના કારણે પ્રવસીનો જીવ જોખમમાં મુકાયો હતો. ત્યારે આ ઘટનામાં દીવ ફરવા આવેલા પ્રવાસીનો આ વિડિયો વાઇરલ થયો હતો. પરિણામે આ સમગ્ર ઘટના પ્રવાસન વિભાગના ધ્યાને આવતા પ્રવાસન સ્થળ ઉપર થતી ગેરકાયદેસર એડવેન્ચર એક્ટીવીટીને અટકવા માટે જિલ્લા કલેક્ટરોને આદેશ કરાયા છે. એટલું જ નહીં. પ્રવાસન સ્થળો ઉપર લાઇસન્સ સાથે થતી એડવેન્ચર એક્ટિવિટી નું પણ નિયમિત ઇન્સ્પેકશન કરવાની સૂચના આપવામાં આવી હોવાનું કહેવાય છે.