- ઓરેગાનો સ્વાદ માટે પણ ગુણકારી
- સ્વાસ્થ્યને ઓરેગાનોથી થાય છે ફાયદાઓ
ઓરેગાનો નામ સાંભળતાની સાથે જ સૌ કોઈને પિત્ઝા કે ગાર્લિક બ્રેડ યાદ આવે છે ,ઈટાલિયન વાગનીઓનો સ્વાદ વધારવા આ ઓરેગાનોનો ભરપુર ઉપયોગ થતો હોય છે જો કે આ ઓરેગાનો સ્વાદની સાથે સાથે સ્વાથ્ય માટે પણ ઘણો ફાયદો કરે છેતો ચાલો જાણીએ ઓરેગાનોથી થતા આરોગ્યને ફાયદાઓ વિશેની કેટલીક વાતો.
ઓરેગાનો એટલે એજમાના પાન હોય છએ જેને સુકાવીને તેનો ભૂખો કરવામાં આવે છે જે રીતે આજમાના લીલા પાન ગુણકારી છે તેજ રીતે ઓરેગાનો પણ ખૂબ જ ગુણકારી હોય છે.
ઓરેગાનોનાં તાજા પાન લસોટી, ટૂકડા કરી કે આખા વાપરી શકાય છે. તેની સૂકવણીનો પાવડર પણ વાપરી શકાય છે. ઉકળતા પાણીમાં નાંખી તેની વરાળ લેવાથી, નવશેકા પાણીમાં નાંખી તેનાથી કોગળા કરવાથી શરદી-સાયનસ, ગળાના દુખાવામાં રાહત થાય છે
કારણ કે ઓરેગાનોમાં વિટામીન ઈ, મિનરલ્સ, વિટામીન કે નું સારું પ્રમાણ હોવાથી તેનું પૌષ્ટિક મૂલ્ય પણ છે.ઓરેગાનોનાં ઉપયોગથી પિત્તવાયુથી થતાં ઉલટી, ઉબકા, ચક્કર આવવા જેવી પાચનની તકલીફમાં રાહત અપાવે છે.
આ સાથે જ કોલાઈટીસમાં દર્દીઓ રોજબરોજનાં ખોરાકમાં ઓરેગાનોનો ઉપયોગ કરી તેનાં એન્ટીબેક્ટેરિયલ ગુણોનાં ફાયદાથી આંતરડામાં થતાં ઇન્ફેકશનથી બચી શકે છે. ઇમ્યુનિટી ધરાવતા, પાચન સબંધિત તકલીફ વારંવાર થતી હોય, વારંવાર શરદી-સળેખમ થતાં હોય તેઓ સલાડમાં સૂકવણીનો ઉપયોગ નિયમિત કરે આ સમસ્યાઓ મટે છે