Site icon Revoi.in

અમદાવાદમાં GUJPEX-2022નું આયોજન

Social Share

અમદાવાદઃ ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 14મું રાજ્ય સ્તરીય ફિલાટેલિક પ્રદર્શન, GUJPEX-2022 સત્તવીસ દશાપોરવડ વિદ્યા મંદિર, નવરાણપુરા ખાતે 13મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે.

આ એક્ઝિબિશનનો હેતુ ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવાનો અને ફિલેટલિસ્ટને વિવિધ થીમ્સ પર તેમના મૂલ્યવાન કલેક્શનને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો છે. પ્રદર્શન દરમિયાન વિશેષ કવર પણ બહાર પાડવામાં આવશે અને પ્રદર્શનના સ્થળે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રદર્શનોના મુખ્ય આકર્ષણોમાં “પોસ્ટલ સ્ટેમ્પ્સ પર માહિતીપ્રદ, આકર્ષક અને શૈક્ષણિક પ્રદર્શન, વિશેષ કવરનું વિમોચન, ગુજરાત, તાજમહેલ, ફેરી ક્વીન, સિનેરિયા, ડાહલિયા, લીલી, પેન્સી વગેરે સંબંધિત વિવિધ થીમ સાથેની માય સ્ટેમ્પની સુવિધા” છે. પ્રો. હિમાંશુ એ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉદઘાટન સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.