અમદાવાદઃ વનવિસ્તારની જમીનોમાં વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર કરી અને નાનું ઇમારતી લાકડું અને અન્ય વન પેદાશોનું ઉત્પાદન કરી જંગલ વિસ્તારની નજીક રહેતા ગ્રામ સમુદાયની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. રાજ્યના સહભાગી વન વ્યવસ્થા મંડળની કુલ સંખ્યા હાલ 3408 જેટલી છે. તેમજ તેમને ફાળવવામાં આવેલ વિસ્તાર લગભગ 547418.70 હેકટર જેટલી છે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું છે કે પર્યાવરણીય સમતુલા માટે વનીકરણ ખૂબ જરૂરી છે. ડાંગ જિલ્લામાં વનીકરણ માટે નાણાકીય જોગવાઈ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ જણાવ્યું હતું કે 31મી જાન્યુઆરી 23 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ડાંગ ઉત્તર વન વિભાગ માટે 2578.80 લાખ તેમજ ડાંગ દક્ષિણ વન વિભાગ માટે રૂપિયા 2304.95 લાખ ની જોગવાઈ કરવામાં આવી છે.
સહભાગી વન વ્યવસ્થા યોજના અંતર્ગત લોકોને શું લાભ થાય છે તે અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે સહભાગી વન વ્યવસ્થા માં પંખા થયેલા વનવિસ્તારને પુનઃ નિર્માણ સંરક્ષણ અને વિકાસ માં ગ્રામ સમુદાયો અને સ્વૈચ્છિક સંગઠનોનો સહયોગ મેળવવામાં આવે છે વનવિસ્તારની જમીનોમાં વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર કરી અને નાનું ઇમારતી લાકડું અને અન્ય વન પેદાશોનું ઉત્પાદન કરી જંગલ વિસ્તારની નજીક રહેતા ગ્રામ સમુદાયની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે વન અને લોકોની આજિવીકામાં સુધારો થાય તે આ યોજનાનો હેતુ છે. મંત્રીએ જણાવ્યું કે રાજ્યના સહભાગી વન વ્યવસ્થા મંડળની કુલ સંખ્યા 3408 છે તેમજ તેમને ફાળવવામાં આવેલ વિસ્તાર 547419 હેક્ટર છે.