સનાતન સંસ્થા વતીએ ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન !
કર્ણાવતી(અમદાવાદ)* – ગુરુપૂર્ણિમા આ શિષ્ય દ્વારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ હોય છે. આ દિવસે અન્ય દિવસો કરતા ગુરૂતત્ત્વ એક સહસ્ત્ર ગણું વધારે કાર્યરત હોય છે. તે માટે આ વર્ષે સનાતન સંસ્થા વતીએ ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ૩ જુલાઈ ૨૦૨૩, સોમવાર ના રોજ અયોધ્યાધામ, શ્રી રામજી મંદિર, ૮૦ ફૂટ રોડ, મહાદેવનાગર ટેકરા, વસ્ત્રાલ, કર્ણાવતી(અમદાવાદ) ખાતે સાંજે ૫:૦૦ વાગ્યા થી આયોજિત કરવામાં આવ્યું છે.
*સનાતન સંસ્થા નો ઉદ્દેશ્ય*
વ્યક્તિગત આધ્યાત્મિક પ્રગતિ માટે સાધકોને માર્ગદર્શન કરવું એ સનાતન સંસ્થાના કાર્યનું કેન્દ્રબિંદુ છે. સનાતન સંસ્થાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદુ ધર્મ હેઠળ આધ્યાત્મશાસ્ત્રનું વૈજ્ઞાનિક વ્યાખ્યાનો પ્રસાર કરવો. સનાતન સંસ્થા દેશના બંધારણમાં ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે તેવી જાગૃતિ લાવવાના હેતુથી હિંદુ સંગઠન અને સમાન વિચારધારા ધરાવતા સંગઠનો સાથે સંપ્રદાયિક એકતા માટે પ્રયત્નશીલ છે.