Site icon Revoi.in

ઓરપેશન ગંગા – બુખારેસ્ટથી 182 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની 7મી ફ્લાઈટ મુંબઈ આવી પહોંચી

Social Share

મુંબઈઃ- રશિયાએ યુર્કેન પર હુમલો કર્યો ત્યારથી લઈને આજ સુધી ભારત સરકાર સતત ત્યાં ફસાયેલા ભારતીયોને વતચન પરત લાવી રહી છે.ઓપરરેશન ગંગા હેઠળ અનેક ફ્લાઈટનું સંચાનલ કરીને ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા 182 ભારતીય નાગરિકોને લઈને સાતમી ઓપરેશન ગંગા ફ્લાઈટ પણ બુકારેસ્ટથી મુંબઈ  આવી પહોંચી છે.

મુંબઈ પહોંચેલી આ ફ્લાઈટના ભારતીય વિદ્યાર્થીઓનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તે જ સમયે, એક ભારતીય વિદ્યાર્થીએ માહિતી આપી છે કે ઓપરેશન ગંગાની આઠમી ફ્લાઈટ પણ બુખારેસ્ટથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે

આ સમગ્ર મામલે વિદ્યાર્થીએ કહ્યું કે આ એક સરળ પ્રક્રિયા હતી.અમને યુક્રેનથી હંગેરી કાઢવા બદલ અમે ભારતીય દૂતાવાસ અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેઓ અમને સુરક્ષિત ઘરે પાછા લાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટ કર્યું છે કે જ્યાં સુધી આપણા ભારતીય નાગરિકો સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. આ સાથે જ યુક્રેન કટોકટી પર સોમવારે સાંજે એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ત્યાં રહેતા તમામ ભારતીયો સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે સમગ્ર સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે.