Site icon Revoi.in

Oscar Award 2023 nomination: ‘નાટુ નાટુ’ની ઓસ્કારમાં એન્ટ્રી, RRR ટીમ ખુશીથી ઝૂમી ઉઠી

Social Share

મુંબઈ:95મા ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેશન થઈ ગયા છે.આ વખતે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત ‘નાટુ નાટુ’એ તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.સોંગ,બેસ્ટ ઓરિજીનલ સોંગ કેટેગરી માટે નોમિનેટ થયું છે.એમએમ કીરવાણીએ આ ગીત કમ્પોઝ કર્યું છે.આ ગીત માત્ર નોમિનેશન માટે જ નહીં પરંતુ ઓસ્કાર જીતવા માટે પણ ખૂબ જ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘નાટુ નાટુ’ ગીતે લેડી ગાગા અને રી-રીના ગીતોને પાછળ છોડી દીધા છે.ચાહકોને આશા છે કે ફરી એકવાર ‘નાટુ નાટુ’ ઈન્ટરનેશનલ એવોર્ડ ઘરે લાવે.બવર્લી હિલ્સ, કેલિફોર્નિયામાં યોજાયેલ ઓસ્કાર એવોર્ડ્સ 2023 નોમિનેશન.તેના નામાંકન હોસ્ટ રિઝ અહેમદ અને અભિનેત્રી એલિસન વિલિયમ્સ દ્વારા કરવામાં આવ્યા હતા.ભારતીય સિનેમા માટે આ દિવસ ખરેખર એક મોટો દિવસ છે.

આ સિવાય શોનક સેનની ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ All That Breathes પણ ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેટ થઈ છે.એટલું જ નહીં, ગુનીત મોંગી દ્વારા દિગ્દર્શિત The Elephant Whisperers એક ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી છે.કહેવું પડશે કે આજે ભારતીય સિનેમા માટે ખૂબ જ ગર્વની વાત છે કે દેશની ત્રણ ફિલ્મો ઓસ્કાર જીતવાની રેસમાં આવી છે.જો કે ભારત તરફથી ઓફીશિયલ એન્ટ્રી, ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) ટોચના 15માં શોર્ટલિસ્ટ થયો હતો, પરંતુ તે કોઈપણ કેટેગરીમાં સ્થાન મેળવી શક્યું ન હતું.

તાજેતરમાં, એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત ‘નાટુ નાટુ’ એ ગોલ્ડન ગ્લોબ 2023 એવોર્ડ જીત્યો હતો.તેને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીનો એવોર્ડ મળ્યો.તે ભારત માટે પણ ગર્વની વાત હતી.આ સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા.બધાએ ટ્વિટર પર ટીમને અભિનંદન પાઠવ્યા.ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ માટે આ ખૂબ જ ખાસ ક્ષણ હતી.

ટીમે ટ્વિટર પર ‘નાટુ નાટુ’ની એક તસવીર શેર કરતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઓસ્કાર એવોર્ડ 2023માં નોમિનેશનને લઈને આખી ટીમ ખૂબ જ ખુશ છે.કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મે એક ઈતિહાસ રચ્યો છે.પહેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 એવોર્ડ અને હવે ઓસ્કાર એવોર્ડ 2023 નોમિનેશનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.