નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપા લોકસભા ચૂંટણીમાં ફરી જીત હાંસિલ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને રેલી કરી હતી. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, મોદીની ગેરેન્ટીએ ઉત્તરાખંડમાં ઘરે-ઘરમાં સુવિધા પહોંચાડી છે, લોકોનું સ્વાભિમાન વધાર્યું છે. હવે ત્રીજા ટર્મમાં તમારો દીકરો વધુ એક મોટુ કામ કરવા જઈ રહ્યો છે. આપને 24 કલાક વિજળી મળે, વિજળીનું બિલ શૂન્ય હોય અને વિજળીથી આવક પણ મળે. આ માટે મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજના શરુ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 10 વર્ષમાં જે વિકાસ થયો તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણુ બધુ કરવાનું છે. આપણે દેશને ઘણો આગળ લઈ જવાનો છે, ત્યાં સુધી રોકાવાનું નથી અને થાકવાનું નથી. મોદી જલસા કરવા નથી જન્મયો, મોદી મહેનત કરવા જન્મયો છે. મોદી આપની માટે મહેનત કરવા આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનવાની ગેરન્ટી આપી છે. ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાવતનો અર્થ છે કે, લોકોની આવક વધશે, નોકરીના અવસર મળશે અને ગામ-શહેરમાં સુવિધાઓ વધશે.
દુર્દપુર નૈનીતાલ-ઉધમસિંહ નગરપાલિકા હસ્તક આવે છે. કેન્દ્રીય રક્ષા અને પર્યટન રાજ્યમંત્રી અજય ભટ્ટ અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમજ તેમણે વર્ષ 2019માં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને હરાવ્યાં હતા. રાજ્યની લોકસભાની તમામ પાંચેય બેઠક ઉપર પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.