Site icon Revoi.in

અમારી વેક્સિન 12થી 17 વર્ષના બાળકો પર પણ 100% અસરદાર: મોડર્ના

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને હજુ પણ લોકો ચીંતામાં છે. કોરોનાની બીજી લહેર આમ જોવા જઈએ તો કેટલાક અંશે શાંત પડી છે. ત્રીજી લહેરને લઈને જો કે મોટા સમાચાર આવ્યા નથી પરંતુ ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થઈ શકે તેમ છે અને તે પહેલા મોડર્ના કંપની દ્વારા મોટી જાણકારી આપવામાં આવી છે.

મોડર્ના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા બાળકો માટે જે વેક્સિન બનાવવામાં આવી છે તે 12થી 17 વર્ષના બાળકો પર 100 ટકા અસરકારક છે. મોડર્નાએ પોતાની વેક્સિનને બાળકો પર થયેલા બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામો જાહેર કર્યા છે. અને તે બાદ નિવેદનમાં જાણ કરી કે તેમની વેક્સિન બાળકો પર 100% પ્રભાવી અને સુરક્ષિત છે.

ટ્રાયલમાં 12થી 17 વર્ષના 3,732 બાળકોના સામેલ કરવામાં આવ્યા. જેમાંથી 2,488 બાળકોને બંને ડોઝ લગાવવામાં આવ્યા. જે બાળકોને વેક્સિનના બંને ડોઝ લાગ્યા હતા, તેમાં કોરોનાના લક્ષણ જોવા નથી મળ્યા. પરિણામ આવ્યા બાદ મોડર્નાએ કહ્યું કે તેઓ પોતાની વેક્સિનને બાળકો માટે મંજૂરી અપાવવા માટે અમેરિકાની રેગ્યુલેટર બોડી FDAની પાસે જૂનમાં એપ્લાઈ કરશે.

જો કે ઉલ્લેખનીય છે કે મોડર્નાને મંજૂરી મળી જશે તો આ અમેરિકાના કિશોરો માટે બીજી વેક્સિન હશે. ફેડરલ રેગ્યુલેટર્સે આ મહિને 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ફાઈઝરની વેક્સિનને શરૂઆતમાં 16 અને તેનાથી વધુ ઉંમરના લોકો પર ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. તો મોડર્નાની વેક્સિન 18 અને તેનાથી વધુ ઉંમરના લોકોને લગાડવામાં આવી રહી છે.

બાળકો માટે અપ્રુવલ મેળવનારી દુનિયાની પહેલી કોરોના વેક્સિન ફાઈઝરની હતી. કેનેડાના ડ્રગ રેગ્યુલેટર હેલ્થ કેનેડાએ 12થી 15 વર્ષના બાળકો માટે આ વેક્સિન લગાડવાની મંજૂરી આપી હતી. આ પહેલાં આ વેક્સિન 16 વર્ષથી વધુ ઉમરના લોકોને લગાડવામાં આવી રહી હતી. જે બાદ અમેરિકામાં પણ તેને મંજૂરી મળી ગઈ.

બીજી લહેરના કારણે લોકોમાં જે રીતે ભય અને તે જોવા મળ્યો છે તે ત્રીજી લહેરમાં પણ જોવા મળી શકે તેમ છે જો લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવે તો. ભારતમાં પણ ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે અને આગામી સમયમાં કોરોનાવાયરસ વધારે જોખમી સાબિત ન થાય તે માટે અત્યારથી પગલા લેવા જરૂરી છે તેવુ જાણકારો દ્વારા પણ કહેવામાં આવ્યું છે.