દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો કહેર – મહારાષ્ટ્રમાં 2 દર્દીઓના થયા મોત
- મહારાષ્ટ્રમાં H3N2 વાયરસનો કહેર
- આ વાયરસમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યા
દિલ્હીઃ- દેશભરમાં H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ આ વાયરસનો કહેર જોવા મળ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રમાં H3N2 વાયરસના જોખમ 2 લોકોના જીવ લીધા છે.
મહારાષ્ટ્રમાં આ વાયરસથી છેલ્લા એક અઠવાડિયામાં 2 દર્દીઓના મોત થયા છે જેના કારણે ડોક્ટરોને શંકા છે કે બંને દર્દીઓના મોત H3N2 વાયરસના કારણે થયા છે. જોકે, ફાઇલ રિપોર્ટ આવવાનો બાકી છે. વાસ્તવમાં બંને દર્દીઓ H3N2 પોઝિટિવ આવ્યો હતો.
23 વર્ષિય યુવકનું મોત
અહમદનગર જિલ્લાની એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થીના મૃત્યુના કેસમાં, ડોકટરોને શંકા છે કે H3N2 વાયરસના કારણે વિદ્યાર્થીની મૃત્યુ થઈ શકે છે. તબીબોના જણાવ્યા અનુસાર યુવક છેલ્લા ઘણા દિવસોથી કોવિડની સારવાર લઈ રહ્યો હતો. દરમિયાન તેમનો H3N2 રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
એક વૃદ્ધનો H3N2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોત
જો બીજા દર્દીની વાત કરીએ તો નાગપુરમાં 9 માર્ચે 78 વર્ષીય વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં, ડૉક્ટરને શંકા છે કે તેનું મૃત્યુ H3N2 વાયરસના કારણે થયું છે. છેલ્લા ઘણા દિવસોથી નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં મૃતકની સારવાર ચાલી રહી હતી.દર્દીને ક્રોનિક અવરોધક પલ્મોનરી રોગ તેમજ સુગર અને બ્લડ પ્રેશર જેવા અન્ય રોગો હતા, જેની સારવાર કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન H3N2 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલા માટે ડૉક્ટરોને શંકા છે કે મૃત્યુનું કારણ H3N2 વાયરસ હોઈ શકે છે.